તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 18th November 2026
રસુલપરા પાસે બજરંગ સોસાયટીમાં રોહિતનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૧૮: શહેરના ગોંડલ રોડ કોઠારીયા સોલવન્ટ પાછળ રસુલપરા નજીક આવેલી બજરંગ સોસાયટીમાં એક યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ બજરંગ સોસાયટી-૧૨માં રહેતાં રોહિત તારકેશ્વરભાઇ ઠાકુર (ઉ.વ.૨૫) નામના યુવાને સવારે ઘરે કોઇપણ કારણોસર ગળાફાંસો ખાઇ લેતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી. પણ તેના તબિબે રોહિતને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાર્યો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ ડી. સી. જોષીએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
(3:01 PM IST)










