<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

છત્તીસગઢમાં શંકાના આધારે જપ્‍ત થયેલ રાજકોટના અમૃત જવેલર્સનું રૂપિયા ૧૦ કરોડનું ૭.૫ કિલો સોનું કાયદેસર સાબિત થતા કોર્ટનો મુક્‍ત કરવાનો આદેશ

રાજકોટ : અહીંના અમૃત જવેલર્સના કર્મચારીઓ ૧૭ મેના રોજ ૭.૫ કિલો સોનાના આભૂષણો સાથે વેપાર અર્થે જતા હતા ત્‍યારે છત્તીસગઢની શિગોડા પોલીસે બીએનએસએસ કલમ ૧૦૬ હેઠળ માલ જપ્ત કર્યો હતો. પરંતુ જીએસટી અને ઇન્‍કમટેક્‍સની તપાસમાં કોઈ કરચોરી ન જણાતા અને તમામ વ્‍યવહારો ચોપડે નોંધાયેલા હોવાથી કોર્ટે તમામ આભૂષણો પરત સોંપવાનો હુકમ કર્યો છે.

રાજકોટના ખ્‍યાતનામ અમૃત જવેલર્સ દ્વારા એક પ્રેસ બ્રિફિગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આયોજનનો મુખ્‍ય હેતુ તાજેતરમાં છત્તીસગઢ રાજ્‍યના મહાસમુંદ જિલ્‍લાના સિરાયપલી તાલુકાના સિગોરા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં બનેલી ઘટનાના તથ્‍યોને લોકો સમક્ષ સ્‍પષ્ટ કરવાનો હતો. પોલીસ દ્વારા નિયમિત ચેકિગ દરમિયાન ૭.૫૦ કિલોગ્રામ સોનાના આભૂષણો કે જેની અંદાજિત કિમત રૂપિયા ૧૦ કરોડ થાય છે તેને સીઝ કરવામાં આવ્‍યા હતા. આ મામલે સત્‍ય સામે આવ્‍યું છે અને કોર્ટે માલ મુક્‍ત કરવાનો ઐતિહાસિક આદેશ આપ્‍યો છે.

ઘટનાની વિસ્‍તૃત હકીકત અને જાંગડના નિયમોઃ ગત ૧૭ મે ૨૦૨૬ના રોજ અમૃત જ્‍વેલર્સના કર્મચારીઓ જયેશ અકબારી, ઋષિ અગ્રાવત અને સુનિત કરેના કંપનીની માલિકીની કારમાં આશરે રૂપિયા ૧૦ કરોડના મૂલ્‍યના ૭.૫ કિલોગ્રામ સોનાના આભૂષણો સાથે ભારતભરમાં કાયદેસરની વ્‍યવસાયિક પ્રવૃત્તિઓ માટે મુસાફરી કરી રહ્યા હતા. આ માલ સાથે માન્‍ય ડિલિવરી ચલણ અને મુસાફરનું એફિડેવિટ સહિતના તમામ જરૂરી દસ્‍તાવેજો ઉપલબ્‍ધ હતા.

આ માલ સેલ્‍સ ઓન અપ્રુવલ એટલે કે જાંગડ પ્રથા હેઠળ લઈ જવાતો હતો. જીએસટી કાયદા અને સત્તાવાર જીએસટી સર્ક્‍યુલર મુજબ આ પદ્ધતિ સંપૂર્ણપણે માન્‍ય છે. જવેલર્સના બિઝનેસમાં હોલસેલર જ્‍યારે રિટેલરને આભૂષણ બતાવે અને ત્‍યારબાદ રિટેલર ખરીદીનો નિર્ણય કરે ત્‍યારે જ જીએસટી ઇન્‍વોઇસ આપવામાં આવતું હોય છે. આથી જીએસટી કાયદામાં આવા ધંધાકીય વ્‍યવહારોને માન્‍યતા અપાઈ છે અને સોનાના આભૂષણો માટે ઈ-વે બિલની આવશ્‍યકતા પણ લાગુ પડતી નથી.

* પોલીસની ગેરસમજ અને બીએનએસએસ હેઠળ કાર્યવાહી : ઓડિશા અને છત્તીસગઢ સરહદ નજીક શિગોડા વિસ્‍તારમાં નિયમિત ચેકિગ દરમિયાન આ વાહનને રોકવામાં આવ્‍યું હતું. સ્‍થાનિક પોલીસને જવેલર્સ માટે લાગુ પડતી જીએસટી જોગવાઈઓની પૂરતી જાણકારી ન હોવાથી વેચાણ ન થયું હોવા છતાં ઇન્‍વોઇસની માંગણી કરવામાં આવી હતી. તમામ દસ્‍તાવેજો હોવા છતાં પોલીસે બીએનએસએસ ની કલમ ૧૦૬ હેઠળ શંકાસ્‍પદ મિલકત ગણીને માલ જપ્ત કર્યો હતો અને મામલો માનનીય કોર્ટ, સીજીએસટી, એસજીએસટી અને આવકવેરા વિભાગને સોંપવામાં આવ્‍યો હતો.

* આવકવેરા અને જીએસટી વિભાગ સમક્ષ કાયદાકીય રજૂઆત : જપ્તી બાદ ૧૯ મે થી ૨૭ મે ૨૦૨૬ દરમિયાન અમૃત જવેલર્સના માલિક શ્રી જીતેન્‍દ્ર આડેસરા, ઇન્‍ચાર્જ નૈમિષ આડેસરા, કર્મચારીઓ અને કાનૂની પ્રતિનિધિ સીએ જાતિન જાજલ રાયપુર ખાતે આવકવેરા તપાસ શાખા સમક્ષ હાજર રહ્યા હતા.

તેમણે તપાસ અધિકારીઓ સમક્ષ નીચે મુજબના દસ્‍તાવેજો રજૂ કર્યા હતા.

*  ડિલિવરી ચલણ

* ખરીદ બિલ અને સ્‍ટોક રજીસ્‍ટર

* બેંક સ્‍ટેટમેન્‍ટ

* કારની માલિકીના દસ્‍તાવેજો

* કર્મચારીઓના નિવેદનો અને બેંક બુક

* દરેક આભૂષણની હોલમાર્કિગ વિગતો અને એચયુઆઈડી નંબર

સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ આવકવેરા વિભાગે નિષ્‍કર્ષ આપ્‍યો કે કોઈ પણ પ્રકારની કરચોરી થઈ નથી અને સમગ્ર સ્‍ટોક હિસાબી પુસ્‍તકોમાં કાયદેસર રીતે નોંધાયેલો છે. ત્‍યારબાદ ૨૮ મે ૨૦૨૬ના રોજ માલ મુક્‍ત કરવા માટે એનઓસી જારી કરવામાં આવ્‍યું હતું.

અગાઉ ૨૬ મે ૨૦૨૬ના રોજ અમૃત જવેલર્સ સીજીએસટી અને એસજીએસટી સમક્ષ પણ હાજર રહ્યા હતા. તમામ કાયદેસર રેકોર્ડ અને નમૂના રજૂ કરાયા બાદ બંને વિભાગોને દસ્‍તાવેજો યોગ્‍ય લાગતા માલ જપ્ત રાખવાની કોઈ માંગ કરાઈ નહોતી.

* કોર્ટનો આદેશ અને ન્‍યાયનો વિજર્યં : માલ મુક્‍ત કરવા માટે ૨૧ મે ૨૦૨૬ના રોજ માનનીય કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ૨૨ મે ની સુનાવણીમાં પોલીસે પણ સ્‍પષ્ટ કર્યું હતું કે માલ છોડવા અંગે તેમને કોઈ વાંધો નથી. આવકવેરા વિભાગના રિપોર્ટ અને એનઓસી બાદ તમામ દસ્‍તાવેજોની સમીક્ષા કરીને માનનીય કોર્ટે ૨૯ મે ૨૦૨૬ના રોજ તમામ આભૂષણો અમૃત જવેલર્સને પરત સોંપવાનો આદેશ કર્યો હતો.

* કેન્‍સરગ્રસ્‍ત માલિકનો સંપૂર્ણ સહયોગ : સૌથી નોંધનીય બાબત એ છે કે અમૃત જવેલર્સના માલિક શ્રી જીતેન્‍દ્રભાઈ આડેસરા હાલમાં કેન્‍સર જેવી ગંભીર બીમારીની સારવાર હેઠળ છે. આરોગ્‍યની આટલી મોટી મુશ્‍કેલી હોવા છતાં તેઓ ૧૯ થી ૩૦ મે ૨૦૨૬ સુધી રાયપુરમાં સતત હાજર રહ્યા હતા અને તમામ સત્તાવાળાઓને સંપૂર્ણ સહકાર આપ્‍યો હતો.

આ સંપૂર્ણ પ્રક્રિયામાં તેમના ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ શ્રી જાતિન જાજલે પણ દરેક સત્તાધીશો સમક્ષ કાયદાકીય હકીકતોની અત્‍યંત ધારદાર રજૂઆત કરી હતી.

* અમૃત જવેલર્સનો આભાર સંદેર્શં : માલ સંપૂર્ણપણે કાયદેસર વ્‍યવસાયિક સ્‍ટોક હોવાથી અને તમામ દસ્‍તાવેજો પૂર્ણ હોવાથી સત્‍યનો જ્‍વલંત વિજય થયો છે. અમૃત જવેલર્સ દ્વારા આવકવેરા તપાસ વિભાગના ડેપ્‍યુટી ડિરેક્‍ટર, જોઇન્‍ટ ડિરેક્‍ટર અને પ્રિન્‍સિપલ ડિરેક્‍ટરનો વિસ્‍તૃત તપાસ અને યોગ્‍ય આદેશ માટે હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્‍યો છે. સાથે જ કેન્‍દ્રીય જીએસટી અને રાજ્‍ય જીએસટી અધિકારીઓનો સહકાર માટે તેમજ માનનીય કોર્ટનો પણ આભાર વ્‍યક્‍ત કરાયો છે કે જેમણે સમયસર માલ મુક્‍ત કરવાનો આદેશ આપ્‍યો અન્‍યથા સતત જપ્તીથી વ્‍યવસાયને ગંભીર નુકસાન થઈ શક્‍યું હોત.

અંતમાં, કાયદાનું ચુસ્‍તપણે પાલન કરતી સંસ્‍થાની પ્રતિષ્‍ઠાને નુકસાન ન પહોંચે તે હેતુથી અમૃત જવેલર્સ વતી નૈમિષભાઈ આડેસરાએ મીડિયાને સંપૂર્ણ અને સાચો અહેવાલ જવાબદારીપૂર્વક રજૂ કરવા અપીલ કરી હતી. અમૃત જવેલર્સ, નૈમિષભાઈ આડેસરા, મો. નંબરઃ ૮૪૬૦૮ ૮૮૦૦૮.

તસ્‍વીરમાં પત્રકાર પરિષદને સંબોધી રહેલા અમૃત જવેલર્સના શ્રી નૈમિષભાઈ આડેસરા, ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ શ્રી જતીનભાઈ જાજલ અને અમૃત જવેલર્સના અગ્રણીઓ નજરે પડે છે. કિરીટભાઈ ગણાત્રા સમક્ષ સમગ્ર ઘટનાની વિગતો આપી રહેલા અમૃત જવેલર્સના અગ્રણીઓ અને સીએ શ્રી જાજલ નજરે પડે છે. 

આવકવેરા અને જીએસટી વિભાગની ક્‍લીનચીટ બાદ મહાસમુંદ કોર્ટે અમૃત જવેલર્સની તરફેણમાં ચુકાદો આપ્‍યો,

માલિક કેન્‍સરગ્રસ્‍ત હોવા છતાં તપાસમાં આપ્‍યો સંપૂર્ણ સહયોગ

તમામ દસ્‍તાવેજો અને જાંગડના નિયમો યોગ્‍ય ઠરતા

CGST, SGST અને આવકવેરા વિભાગે NOC આપ્‍યું, કાનૂની લડતમાં સીએ જાતિન જાજલની ધારદાર રજૂઆત

(3:30 PM IST)