તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd November 2026
પોસ્ટ ખાતાની સેવાની ખામી બદલ રામજીભાઈ માવાણી (માજી સંસદ સભ્ય)ને રૂા.૫ લાખ ૯%ના વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક અદાલતનો ઐતિહાસીક ચુકાદો

રાજકોટ, તા.૩: ગ્રાહક સુરક્ષા પ્રવળત્તિઓના અગ્રણી અને માજી સંસદ સભ્ય રામજીભાઈ માવાણીએ સીનીયર પોસ્ટ મોસ્ટર, રાજકોટ તેમજ પોસ્ટ માસ્ટર જનરલ, અમદાવાદ સામે તેઓએ ટપાલ ૪૩ દિવસ મોડી મળવા બદલ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્ય) સમક્ષ આર્થિક વળતર મળવા દાવો દાખલ કરેલ હતો.
આ અંગે રામજીભાઈ માવાણીની ફરીયાદની વિગતો પ્રમાણે ગ્લોબલ ઈકોનોમીકસ પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ એસોસીએશન, તામીલનાડુ દ્વારા તેઓને ભારત રત્ન મધર ટેરેસા ગોલ્ડ મેડલ એવોર્ડ માટે પસંદ કરેલ હતા. તે સંબંધે તામીલનાડુની સંસ્થાએ તા.૧૭/૦૯/૨૦૨૪ થી તેઓની સંમતિ મેળવવા પોસ્ટ વિભાગ દ્વારા પત્ર પાઠવેલ હતો. રામજીભાઈ માવાણીએ એ એવોર્ડ અને ગોલ્ડ મેડલ ટ્રોફી / સીર્ટીફીકેટ પ્રાપ્ત થવાના હતા. તામીલનાડુની સંસ્થા દ્વારા રામજીભાઈ માવાણીને મોકલવામાં આવેલ ટપાલ ૪૩ દિવસના લાંબા સમયગાળા બાદ મળેલ હોવાથી રામજીભાઈ માવાણી સંમતિ પત્રક મોકલી શકેલ હતા નહીં. અને ગોલ્ડ મેડલ અને એવોર્ડ અપર્ણ સમારોહમાં હાજરી આપી શકેલ નહીં. જેથી તેઓએ ગોલ્ડ મેડલ અને ટ્રોફી પોસ્ટ ખાતાની સેવાની ખામી બદલ ગુમાવેલ હતા.
આ અંગે રામજીભાઈ માવાણીએ પોસ્ટ વિભાગ સામે નુકશાની વળતર મેળવવા ગ્રાહક તકરાર નિવારણ આયોગમા ફરીયાદ દાખલ કરેલ હતી. રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ વિધ્વાન ન્યાયમૂર્તિશ્રી પી. સી. રાવલ અને સદસ્યશ્રી એમ. એસ. ભટ દ્વારા તા.૩૦/૧૦/૨૦૨૬ ના હુકમથી પોસ્ટ વિભાગને શ્રી રામજીભાઈ માવાણીને રૂા.૫ લાખ ૯% ના વ્યાજ સાથે ચૂકવવા તેમજ ફરીયાદ ખર્ચના રૂા.૧૦ હજાર ચૂકવવા આદેશ કરેલ છે.
ન્યાયમૂર્તિશ્રી પી. સી. રાવલ વિસ્તળત ચુકાદામા પોસ્ટ વિભાગને ખામી સંબધે ગંભીર નોંધ લીધેલ છે. પોસ્ટ વિભાગ દ્વારા ટપાલ વિતરણમાં કરવામા આવતી ઢીલ સામે આ ચુકાદો લાલ બતી સમાન છે. આમ જનતાને કોઈ પણ પ્રકારની સેવાની ખામી સંબધે ફરીયાદ હોય તો નીચે જણાવેલ સરનામા ઉપર સંપર્ક કરવા અપીલ કરવામા આવે છે. તેમ શ્રીમતિ રમાબેન આર. માવાણી (માજી સંસદ સદસ્યા), પ્રમુખશ્રી, રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, ૩૨૯, પોપટભાઈ સોરઠીયા ભવન, સદર બજાર, રાજકોટ. ફોનઃ ૦૨૮૧ ૨૪૭૧૧૨૨, મો. ૯૪૨૬૨ ૦૧૬૧૧ / ૭૦૧૬૧ ૩૧૮૭૨ નો સંપર્ક કરવા જાણાવાયું છે.
(3:47 PM IST)










