તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
રૂડાનગર નુતન ઉપાશ્રયે પૂ. ગુરૂણી મૈયા, પૂ. સુમતિબાઇ મ.સ.આ.ઠા. ૬નો કાલે ચાતુર્માસ પ્રવેશ
એડવોકેટ નિપુણભાઇ દોશીના નિવાસ સ્થાને સેરેનીટી ગાર્ડનથી પ્રવેશ યાત્રા

રાજપ્રતિબોધક પૂજય ગુરૂદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂ. રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજા સાથે રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજની ઉષ્માભરી મુલાકાત જયાલક્ષ્મી આરાધના ભવન, ઘાટકોપર ખાતે યોજાઇ હતી. બન્ને જૈન સંતો વચ્ચે વિવિધ મુદે ચર્ચા થઇ હતી.
રાજકોટ, તા. રર : શ્રી રૂડાનગર સ્થાનકવાસી જૈન સંઘ, કાલાવડ રોડ, કાલા હનુમાનજી મંદીરનાં આંગણે પૂજ્ય ગુરુણી મૈયા પ.પૂ.સુમતિબાઈ મહાસતીજી આદી ઠાણા-૬ ના ચાતુર્માસ પ્રવેશ કાલે તા.૨૩ ને ગુરુવારે સવારે ૬.૪૫ કલાકે જૈન શ્રેષ્ઠી નિપુણભાઈ દોશી સેરેનીટી ગાર્ડનથી ઉપાશ્રય પ્રવેશ યાત્રા શરૂ થશે. ભાવિકાને, શ્રીસંઘોને આ મંગલ પ્રવેશ યાત્રા માટે ઈસ્કોન ટેમ્પલ પાસે સવારે ૭ કલાકે એકત્રીત થવાનું રહેશે. ત્યાં રૂડાનગર ઉપાશ્રય તરફ પ્રયાણ કરવામાં આવશે.
પ્રવેશ યાત્રામાં આવનાર ભાઈઓ સફેદ ડ્રેસમાં અને બહેનોને લાલ-લીલા વષા પરિધાનમાં પધારી શાસનની શોભા વધારે તેવો અનુરોધ છે.
કળશ, અષ્ટમંગલ, આગમ સાથે યાત્રામાં જોડાવવા ૧૮ બહેનોએ તૈયાર રહેવું, દાતાશ્રીઆ પ્રભાવના માટે નામ નોંધાવી શકે છે.
પૂ.સુશાંતમુનિ મ.સા., પૂ.નમ્રમુની મ.સા., પૂ.પારસમુનિ મ.સા., પૂ.ચેતનમુનિ મ.સા., પૂ.વનિતાબાઈ મ., સદાનંદી પૂ.સુમતિબાઈ મ. તથા સમસ્ત પ્રાણ પરિવારનાં અનુગ્રહથી પૂ.પારસમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી રૂડાનગર સ્થાનકવાસી જૈન સંઘનાં આંગણે સં.૨૦૫૨-૫૩ વિ.સં. ૨૦૮૨/૮૩ ઈ.સ. ૨૦૨૬નાં પ્રથમ ચાતુર્માસ પાવન અવસરે ચાતુર્માસ સાથે મંગલ પ્રવેશ મહોત્સવે સવારે ૭.૧૫ નો રહેશે.
શ્રીસંઘનાં સવાયા સદ્ભાગ્યે ગોંડલ સંપ્રદાયનાં પ્રાણ પરિવારનાં તપ સમ્રાટ પૂ.ગુરુદેવશ્રી રતિલાલજી મહારાજ સાહેબ, એવમં સાધક ગુરુદેવ તથા મુકતલીલમ ગુરુણીનાં સુશિષ્યા સદાનંદી પૂ.સુમતિબાઈ મહાસતીજી આદી ઠાણાનું ચાતુર્માસ પ્રાપ્ત થયેલ છે. જેનો મંગલ પ્રવેશ તા.૨૩-૭-૨૦૨૬ ને ગુરુવારે સવારે ૭.૧૫ કલાકે રાખેલ છે. તેમ રૂડાનગર સંઘ પ્રમુખ મયુરભાઇ શાહ (મો. ૯૩૭૪૧ ૦૦૦૭પ) ની યાદી જણાવે છે.
(2:39 PM IST)










