તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
રાજકોટ વિહિપના મંત્રીપદે રૂપારેલીયા-સહમંત્રી ગમઢા
હિન્દુ સમાજમાં શકિત સંચાર માટે પ્રત્યેક કાર્યકર્તાને સાથે રાખી શકય તમામ પ્રયાસ કરાશેઃ પરેશ રૂપારેલિયા : વિહિપ સંગઠનને વેગવંતુ-મજબૂત બનાવવા જિલ્લા-પ્રખંડ -ખંડ પ્રવાસો ખેડવાની પ્રતિબધ્ધતાઃ દિપક ગમઢા

રાજકોટઃ વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના ૬૮ વર્ષ પહેલા જન્માષ્ટમીના દિવસે સાંદીપની આશ્રમ - મુબંઇ ખાતે થઈ હતી. મુખ્ય ઉદેશ્યા હિંદુ સમાજને સંગઠિત કરીને સમરસતાનો ભાવ લાવવો, હિંદુ જિવન મૂલ્યો અને માનબિંદુઓની રક્ષા કરવી અને હિંદુ સમાજની સેવા કરવાનો હતો. ઉપરોક્ત ઉદેશ્યો ને કેંદ્રમા રાખીને સંગઠન દ્વારા યોજનાઓબનાવવામા આવે છે, વિશ્વના પ૦ દેશોમા઼ વિહિપ સમિતિઓ કાર્યરત છે.
વિહિપ દ્વારા તાજેતરમા રાજકોટમાં મળેલી સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં રાજકોટ મહાનગરના અધ્યક્ષ શ્રી વનરાજભાઇ ગરૈયા હાજર રહ્યા હતા, સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી દ્વારા પરેશભાઇ રુપારેલીયા (મો. ૭૮૭૮૦ ૮૮૧૯૯)ને રાજકોટ વિભાગ ના મંત્રી અને દિપકભાઇ ગમઢા (મો.૯૯૨૫૩ ૭૨૯૨૦)ને રાજકોટ વિભાગના સહમંત્રીની જવાબદારીની ઘોષણા કરવામા આવી હતી.
પરેશભાઇ રુપારેલીયા શીશુ કાળથી સંધના કાર્યકર્તા તરીકે અને શાખાના સંસ્કારોનુ ભાથુ લઈને મોટા થયેલા છે. યુવાનીમા હિંદુત્વના રંગે રગાઇને તેઓએ બજરંગ દળના રાજકોટના સહ સન્યોજકની જવાબદારી સ્વિકારીહતી અને ત્યારથી તેઓ બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદમા અલગ અલગ જવાબદારીઓમાં કર્મનિશ્ઠ કાર્યકર્તા તરીકે સેવા આપે છે. યુવાનીમા તેઓએ બજરંગ દળ મા ખુબજ અગત્યની અનેઅસરકારક કામગીરી કરીને યુવાનોને સંગઠીત કરવા, સત્સંગ કેંદ્રો ચલાવવા, સંગઠનની યોજનાનુ અમલીકરણ, સામાજીક સમરસતા, હિંદૂ જન જાગ્રુતી જેવા વિષયોમા અનેક કાર્યકર્તાઓની સાથે મહત્વનુ યોગદાન આપેલુ.
રાજકોટમાં સંગઠનના કામને ગતીશિલ કરવા માટે, સંગઠનને વધુ મજબૂત કરવા માટે, હિંદુસમાજમાં જનજાગ્રુતી અને શક્તિ સંચાર માટે દરેકકાર્યકર્તાઓને સાથે રાખીને શકય તમામ પ્રયાસો કરવામા આવશે તેમ પરેશ રુપારેલીયાએ જણાવ્યુ હતું.
દિપકભાઇ ગમઢા જેઓ નાનપણથી સંઘના સંસ્કારો અને હિંદુત્વના વિચારોથી પ્રભાવિત થયેલા હોવા ઉપરાંત છેલ્લા અનેક વર્ષોથી વિશ્વ હિંદુ પરિષદમા કાર્યકર્તા તરીકે તન મન ધનથી સેવા આપી રહ્યા છે. વિહિપના જવાબદાર કાર્યકર્તા હોવા ઉપરાંત તેઓએ પ્રખંડના અધ્યક્ષ, જીલ્લા ઉપાધ્યક્ષ જેવી ફરજો પણ નિભાવેલી છે. તેઓ વિમર્ષ, વિશેષસમ્પર્ક જેવા આયામા મહત્વની કામગીરી કર્યા બાદ છેલ્લે તેઓ રાજકોટ પヘમિ જીલ્લાના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવતા હતા અને હવે રાજકોટ વિભાગમા સહમંત્રી તરીકે જવાબદારી મળતા તેઓએ સંગઠનને વેગવંતુ તથા વધુ મજબુત બનાવવા માટે રાજકોટ વિભાગમા આવતા તમામ જીલ્લા અને પ્રખંડ તથા ખંડ સુધીના પ્રવાસો કરીનેવસ્તી સુધીની તમામ ટોળીઓને સક્રિય કરીને સંગઠનની યોજના મુજબના સેવા તથા અન્ય કાર્યોને હિંદુ સમાજ સુધી પહોચાડવાની પ્રતીબદ્ધતા દર્શાવી હતી. રાજકોટ ના તમામ સનાતની લોકોને નાત જાતને ભુલીને એક થવા, સમાજને સમરસ બનાવવા, યુવાનોને ધર્મ રક્ષાના ઇશ્વરીય કામમા બજરંગ દળ સંગઠન સાથે જોડાવા તથા તમામ સનાતનીઓને ધર્મ અને રાષ્ટ્ર સેવા કાર્યમાસહભાગી બનવા શ્રી વનરાજભાઇ ગરૈયા દ્વારા આહવાન કરવામા આવ્યુ હતુ. ઉપરાંત સનાતન ધર્મની બહેન દિકરીઓને દુર્ગા બનીને લવ જેહાદ જેવા સામાજીક દુષણોનો ને મુળથી ઉખેડિ ફેકવા તથા જરુર પડ્યે વિહિપ રાજકોટના‘‘હેલ્પ લાઇન નમ્બરઃ ૯૦૯ ૯૦૯ ૫૫૨૫'' સમ્પર્ક કરવા શ્રી ગરૈયાએજણાવ્યુ હતુ. વિહિપના કાર્યકર્તાઓએ રાજકોટના હિંદુ સમાજમાટે હમેશા ૧૦૮ની જેમ કામ કર્યુ છે અને હવે પછી પણ કરતા રહેશે.તેમ વિહિપના જીલ્લા મંત્રી શ્રી વિનય કારીયા (મો. ૯૩૧૬૭ ૭૩૩૯૯)ની યાદીમાં જણાવાયું છે.
(3:21 PM IST)










