તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
શાપર-વેરાવળના દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ, તા., ૧૭: શાપર-વેરાવળના દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રૂરલ એલસીબીએ શાપર (વે) પો.સ્ટે.ના દારૂના ગુન્હામાં છેલ્લા ૬ માસથી નાસતો ફરતો આરોપી પ્રકાશ ઉર્ફે કાનો ઉર્ફે આદી કાંતીભાઇ સોંદરવા (ઉ.વ.ર૬) રે. રાજકોટ વાવડી ગામને કાંગશીયાળી પાસેથી પકડી શાપર-વેરાવળ પોલીસના હવાલે કર્યો હતો.
આ કાર્યવાહી એલસીબી રાજકોટ ગ્રામ્યના પીઆઇ જે.પી.રાવ, પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ કે.એમ.ચાવડા, પીએસઆઇ આર.વી.ભીમાણી, પીએસઆઇ પી.એન.ભરવાડ, એએસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, એએસઆઇ બ્રીજરાજસિંહ જાડેજા, એએસઆઇ રોહીતભાઇ બકોત્રા, શીવરાજભાઇ ખાચર, છત્રપાલસિંહ જાડેજા તથા પ્રતાપસિંહ સોલંકી સહિતના સ્ટાફે કરી હતી
(1:18 PM IST)










