તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
ટ્રાવેલ ક્ષેત્રે ૧૫ વર્ષથી સેવારત ‘આરવી હોલીડેઝ'નું આવતીકાલે નવી કોર્પોરેટ ઓફીસમાં નવપ્રસ્થાન

રાજકોટ તા. ૨૩ : છેલ્લા ૧૫ વર્ષથી પ્રવાસીઓને સુગમ સુવિધાઓ પ્રદાન કરતી રાજકોટની ટ્રાવેલ કંપની ‘આરવી હોલેડેઝ એલએલપી' આવતીકાલે તા. ૨૪ ના બુધવારથી નવા સ્થળે પ્રસ્થાન કરવા જઇ રહી છે.
આ નવી કોર્પોરેટ ઓફીસનો મંગલ ઉદ્દઘાટન સમારોહ કાલે તા.૨૪ના સવારે ૯ વાગ્યે ૪૦૩, સાર્થક સ્કવેર, એસ્ટ્રોન ચોક, રાજકોટ (મો.૯૯૦૯૭ ૮૧૭૭૭, મો.૯૬૨૪૭ ૯૬૨૪૯, ૯૭૧૪૯ ૯૯૯૧૪) ખાતે શુભેચ્છકો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે આરવી હોલીડેઝ ખાસ કરીને કપલ અને ફેમીલી ઇન્ટરનેશનલ ટુર, ગ્રુપ ડીપાર્ચર, આકર્ષક હોલીડે પેકેજીસ, ફલાઇટ ટીકીટ બુકીંગ, વિઝા આસિસ્ટન્ટ, ફોરેકસ એકસચેન્જ જેવી સુવિધાઓ પુરી પાડે છે. આમ પ્રવાસીને એક જ સ્થળેથી બધી સુવિધાઓ મળી રહે છે.
ગોંડલરોડ ઉપર ઘણો સમય સેવા આપ્યા બાદ હવે એસ્ટ્રોન ચોક ખાતે નવી કોર્પોરેટ ઓફીસમાં આ કંપની સ્થળાંતર થવા જઇ રહી હોય સ્નેહીજનો, શુભેચ્છકો દ્વારા જગદીશભાઇ હીરાભાઇ મુંગરા, વિમલ જગદીશભાઇ મુંગરા અને ધવલ જગદીશભાઇ મુંગરાને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
આ નવી ઓફીસના મંગલ પ્રારંભે કાલે પૂજા વિધિ કરાશે. બાદમાં સેવા ખુલ્લી મુકાશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આરવી હોલીડેઝના વિમલભાઇ મુંગરા અને બાજુમાં વિકાસ પબ્લીસીટીવાળા રીષીત મહેતા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:19 PM IST)










