News of Wednesday, 25th November 2026
ફેબ્રુઆરીમાં એસ. વી.યુ.એમ. ૨૦૨૭ ‘‘મીની વેપાર કુંભ મેળો''
સતત ૧૩ મી વખત ૩૦ કરતા વધુ દેશોમાંથી ૨૦૦ જેટલા ડેલિગેટ્સ આવશેઃ યુગાન્ડા અને ઝિમ્બાબ્વેના ગુજરાતી મિનિસ્ટર પણ આવવાની સંભાવનાઃ ૧૦ હજાર થી વધુ સ્થાનિક મુલાકાતીઓ ભાગ લેશે

રાજકોટઃ આગામી તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ત્રિદિવસીય વેપાર મેળાનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડ, ખાતે સવારે ૧૦ થી સાંજે ૬ સુધી કરાયું છે. પ્રવેશ વિના મુલ્યે રાખવામાં આવેલ છે. આ મેળા માં ૧૦૦ થી વધુ ઉત્પાદકો અને નિકાસકારો ભાગ લેશે . સ્ટાર્ટઅપ્સ અને મહિલા ઉદ્યમી ને પણ સ્ટોલ્સ ફાળવવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
યુગાન્ડા ના કોમર્સ મિનિસ્ટર શ્રી સંજય તન્ના અને ઝિમ્બાબ્વે કોમર્સ મિનિસ્ટર શ્રી આર કે મોદી જેઓ ગુજરાતી છે તેઓ પણ આવવાની સંભાવના હોવાનું જણાવાયું છે. સરકારની નવી ઔદ્યોગિક નીતિ અનુસાર ઉત્પાદકો ને ૧ થી ૨ લાખ સુધીની એમડીએ સ્કીમ હેઠળ સબસીડી મળવા પાત્ર છે. દર વર્ષની માફક આ વર્ષે પણ લગભગ ૨૦૦ જેટલા વિદેશી બિઝનેસમેન અને વુમન ભાગ લેશે.
આ એકિઝબિશનમાં એગ્રીકચર ઇક્વિપમેન્ટ્સ ઇમ્પ્લિમેન્ટ્સ, સબમર્સીબલ પમ્પ્સ, અને ફૂડ પ્રોસેસિંંગ મશીનરીઝ, ઓટો અને એન્જિન પાર્ટ્સ, બિલ્ડીંગ મટીરીઅલ અને મશીનરી, કેમિકેલ, કન્ફેશનરી, કોસ્મેટિક, કોસ્મેટિક અને બ્યુટીકેર, એન્જિનિયરિંગ એસેસરીઝ, ફૂટવેર, ફર્નિચર વિ. પ્રોડકટસના ઉત્પાદકો ભાગ લેશે. આ ડેલિગેટ્સ ૧૪, ૧૫ અને ૧૬ ફેબ્રુઆરી દરમ્યાન વિવિધ ફેકટરીઓની મુલાકાતે જશે તેમ યાદીના અંતમાં જણાવાયું છે. તસ્વીરમાં પરાગ તેજુરા મો. ૯૪૨૬૨ ૫૪૬૧૧, કમલેશભાઇ ભુવા, અલ્પેશભાઇ કેસીયા, મનિષ પરમાર, પંડિત ભેંસણીયા, મયુર ખોખર નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:45 PM IST)










