<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

સદર સીઝન બજાર કે નોનવેજ બજાર ? બિનઆરોગ્‍યપ્રદ રીતે વેચાણઃ વન-વેમાં સાંજે ભરપુર દબાણ

જાગૃત નાગરિકે મ્‍યુ. કમિશનરને ધાર્મિક લાગણી દુભાતી હોવાથી હાટડાઓ બંધ કરાવવા કરી રજૂઆત : મનપાની આરોગ્‍ય તથા દબાણ શાખા કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી

રાજકોટઃ તા.૧૧, શહેરના હાર્દસમા અને દરેક તહેવારોની રોજકસમા સદર બઝારમાં નોનવેજની રેકડીઓ-દુકાનોને લઇને એક જાગૃત નાગરિકે મ્‍યુ. કમિશનરને પત્ર લખી તે બંધ કરાવવા રજૂઆત કરી છે રજૂઆતમાં જણાવ્‍યા મુજબ થોડા સમયથી સદર બઝાર સીઝન બઝારની જગ્‍યાએ નોનવેજ બઝાર બની ગયેલ છે. ત્‍યાં ખુલ્લામાં માંસ-મટનની વસ્‍તુઓ બે રોકટોક કોઈ જ હાયજેનીક તકેદારી રાખ્‍યા વગર વૈચાણ કરવામાં આવે છે.

જેની સાથે સાંજ પડેને શહેરની આ મુખ્‍ય બઝારમાં ચીકન  અને બીજા નોનવેજની આઇટમો ખુલ્લામાં લટકાવી કેટલાક ન્‍યુસન્‍સ પોઈન્‍ટ અસ્‍તીત્‍વમાં આવી જાય છે ભાડાની દુકાનો અને તેમાં દુકાનની બહાર પાર્કિસમાં ગેરકાયદેસર રકડીઓ રાખવી અને તેની આગળ વાહનો પાર્ક કરાવા એટલે રસ્‍તો સાવ બ્‍લોક અને વળી રોડ ઉપર દુકાન બહાર ગેરકાયદેસર રાખેલી રેકડીઓમાં રસોડું ઉભું કરવામાં આવેલું હોવાથી ત્‍યાંથી નીકળતા લોકોને આંખમાં સતત વધાર ઉડે રાખે છે અને મોટા અકસ્‍માત થવાનો ભય રહે છે.

સાથો સાથે ત્‍યાં આસપાસના સ્‍થાનિક વૈષ્‍ણવ ધર્મ પાડતા વેપારીઓને સવારમાં જયારે દુકાન ખોલે તે પહેલા દુકાન પાસ પડેલા ચીકન-મટનના ટુકડા દુર કરવા પડે છે.

જેથી માતબાર કરવેરા ભરતા હોય તો પણ આવી યાતના વડેવી પડતી હોવાથી તેઓના મનમાં પણ નંત્રની બેદરકારીને લીધે તંત્ર પ્રત્‍યે કચવાટ ઉભો થયો છે.

 સદર બઝારના મુખ્‍ય માર્ગ હરિહર ચોકથી ફૂલછાબ પ્રેસ ચોક તરફ જતા સાંજે સાત વાગ્‍યાથી રાત્રે દસ વાગ્‍યા સુધી એટલી હદે ભયંકર ટ્રાફિક જામ સર્જાય છે કે એક સાયકલ પસાર કરવી પણ મુશ્‍કેલ બની રહે છે.

ત્‍યાં માર્ગ ઉપર લોકોની સલામતી માટે તંત્ર દ્રારા  કેમેરા તો મુકવામાં આવેલા છે પણ તેમાં આ બધા નોનવેજના હાંટડાઓ  અદ્રશ્‍ય બની જાય છે ! જો ખરેખર પ્રજાને સુખાકારી આપવી જ હોય તો આવા ન્‍યુસન્‍સૂજી પોઈન્‍ટ સામે કોઈની પણ શેહ શરમ અને ભલામણો રાખ્‍યા વિના તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ

 નોનવેજ ખાવા વાળા વર્ગ તેની પસંદગી મુજબની વસ્‍તુ ગમે ત્‍યાંથી શોધી જ લેવાનો છે તેમાં આવા જાહેરમાર્ગો ઉપર દબાણ સર્જી  તેનું પ્રદેશન કરી સામાન્‍ય જનતાની ધાર્મિક લાગણીઓ દુભાવવી કેટલી હદે યોગ્‍ય ગણી શકાય !

 રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીસો આરોગ્‍ય કે દબાણ કરી રોડ વચ્‍ચે ધંધો કરતા આવા લોકો સામે  કડક રીતે આરોગ્‍ય અને દબાણ હટાવની ડ્રાઈવ યોજી આ હાટડાઓ બંધ કરાવી જાહેર જનતાને રસ્‍તાઓ ઉપરથી પસાર થવામાં અગવડતા ન પડે તેવી વ્‍યવરથા ગોઠવે તેવી લોક માંગ ઉઠી છે. 

 

(3:26 PM IST)