<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

સાધુ વાસવાણી સ્‍કૂલ ફોર ગર્લ્‍સનો રાજ્‍યકક્ષાએ ઐતિહાસિક વિજયઃ બાલ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ

પ્‍લાસ્‍ટિક પ્રદૂષણના નિવારણનો ઉત્‍કૃષ્ટ પ્રોજેક્‍ટ રજૂ કરી રાજ્‍ય કક્ષાએ ઝળહળતી સિધ્‍ધી મેળવીઃ હવે નેશનલ લેવલે કરશે ગુજરાતનું પ્રતિનિધિત્‍વ : જાનવી ડાંગર અને નાઝમી કાટેલિયાએ કચરાનું વ્‍યવસ્‍થાપન અને પ્‍લાસ્‍ટીકના વિકલ્‍પો વિષે પ્રોજેકટ રજૂ કર્યો હતો

રાજકોટઃ શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતા રાજકોટ શહેર માટે એક અત્‍યંત ગૌરવપૂર્ણ ઘટના બની છે. રાજકોટ સ્‍થિત પ્રતિષ્ઠિત સાધુ વાસવાણી સ્‍કૂલ ફોર ગર્લ્‍સે પોતાની શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા રાજ્‍ય કક્ષાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. GCERT (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ), ગાંધીનગર દ્વારા તાજેતરમાં આયોજિત ગુજરાત રાજ્‍ય વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ‘‘બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૫-૨૬'' માં શાળાની તેજસ્‍વી વિદ્યાર્થીનીઓએ સમગ્ર રાજ્‍યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી રાજકોટનું નામ રોશન કર્યું છે.

શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી નિપુલ ચોટલીયાના સચોટ માર્ગદર્શન હેઠળ શાળાની તેજસ્‍વી વિદ્યાર્થીનીઓ જાનવી ડાંગર અને કાટેલિયા નાઝમીને આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વર્તમાન સમયમાં વૈશ્વિક સ્‍તરે પર્યાવરણ માટે સૌથી મોટી સમસ્‍યા બની ચૂકેલા પ્‍લાસ્‍ટિક પ્રદૂષણને કેન્‍દ્રમાં રાખીને, આ વિદ્યાર્થીનીઓએ ‘‘Waste Management and Alternatives to Plastics'' (કચરાનું વ્‍યવસ્‍થાપન અને પ્‍લાસ્‍ટિકના વિકલ્‍પો) વિષય અંતર્ગત પોતાનો ઇનોવેટિવ પ્રોજેક્‍ટ ‘‘Renew Plastic'' રજૂ કર્યો હતો.

આ પ્રોજેક્‍ટમાં જાનવી ડાંગર અને કાટેલિયા નાઝમીને પર્યાવરણની સુરક્ષા, પ્‍લાસ્‍ટિક કચરાનું યોગ્‍ય રિસાયક્‍લિંગ અને રોજિદા જીવનમાં વાપરી શકાય તેવા પ્‍લાસ્‍ટિકના સચોટ અને ટકાઉ વિકલ્‍પો અંગેના અદભુત, પ્રયોગાત્‍મક અને નવીન વિચારો રજૂ કર્યા હતા.

વિદ્યાર્થીનીઓની વિષય પરની ઉંડી વૈજ્ઞાનિક સમજ, સમસ્‍યાના સમાધાન માટેનો પ્રેક્‍ટિકલ અભિગમ, સર્જનાત્‍મકતા અને અત્‍યંત આત્‍મવિશ્વાસભર્યા પ્રેઝન્‍ટેશનથી નિર્ણાયકો અને ઉપસ્‍થિત વિજ્ઞાન નિષ્‍ણાતો અત્‍યંત પ્રભાવિત થયા હતા અને આ પ્રોજેક્‍ટને રાજ્‍ય કક્ષાએ સર્વશ્રેષ્ઠ જાહેર કર્યો હતો.

આ અદ્વિતીય સિદ્ધિથી સાધુ વાસવાણી સ્‍કૂલ ફોર ગર્લ્‍સનું નામ સમગ્ર ગુજરાતમાં ઉજ્જવળ બન્‍યું છે અને શાળા સંકુલમાં ઉત્‍સવનો માહોલ છવાયો છે. શાળા હંમેશા માત્ર પુસ્‍તકિયા જ્ઞાન પૂરતી સીમિત ન રહેતા, ગુણવત્તાસભર શિક્ષણ સાથે વિદ્યાર્થીઓમાં સંશોધનવૃત્તિ, વૈજ્ઞાનિક અભિગમ અને પર્યાવરણ પ્રત્‍યેની સામાજિક જવાબદારીના મૂલ્‍યો વિકસાવવા માટે પ્રતિબદ્ધ રહી છે અને આ પરિણામ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ ગૌરવવંતી ક્ષણે સંસ્‍થાના ચેર પર્સન શ્રી રવિ બી. ગોગીયા, શાળાના પ્રિન્‍સિપાલશ્રી, સમગ્ર ટ્રસ્‍ટીગણ અને શિક્ષક મંડળે આ વિજેતા ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્‍યા હતા. શ્રી રવિ ગોગીયાએ હર્ષ વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે, આ સફળતા માત્ર શાળાની નહીં, પરંતુ અમારી દીકરીઓની સખત મહેનત, તેમની લગન અને શિક્ષકોના યોગ્‍ય માર્ગદર્શનનું પરિણામ છે. સમગ્ર શાળા પરિવાર માટે આ અત્‍યંત ગર્વની ક્ષણ છે.

સાધુ વાસવાણી સ્‍કૂલ ફોર ગર્લ્‍સનો રાજ્‍ય કક્ષાએ ઐતિહાસિક વિજય બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૫-૨૬ માં પ્રથમ ક્રમ પ્‍લાસ્‍ટિક પ્રદૂષણના નિવારણનો ઉત્‍કૃષ્ટ પ્રોજેક્‍ટ રજૂ કરી રાજ્‍ય કક્ષાએ ઝળહળતી સિધ્‍ધી મેળવીઃ હવે નેશનલ લેવલે કરશે ગુજરાતનું પ્રતિનિધિત્‍વ રાજ્‍ય કક્ષાએ ડંકો વગાડ્‍યા બાદ, હવે આ વિજેતા ટીમ આગામી સમયમાં યોજાનાર ્રૂ્નનેશનલ લેવલ (રાષ્ટ્રીય કક્ષા) ના વિજ્ઞાન પ્રદર્શનમાં સમગ્ર ગુજરાત રાજ્‍યનું ગૌરવભેર પ્રતિનિધિત્‍વ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.

આ ભવ્‍ય સફળતા બદલ શાળાના અન્‍ય વિદ્યાર્થીઓ, વાલીઓ અને શહેરના શુભેચ્‍છકો દ્વારા જાનવી, નાઝમીન અને તેમના માર્ગદર્શક શિક્ષકને રાષ્ટ્રીય કક્ષાએ પણ જ્‍વલંત સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

સાધુ વાસવાણી સ્‍કૂલ ફોર ગર્લ્‍સની આ સિદ્ધિ માત્ર એક સ્‍પર્ધા પૂરતી સીમિત નથી, પરંતુ તે સમાજમાં પર્યાવરણ જાગૃતિ અને શિક્ષણના સાચા સમન્‍વયનું ઉત્તમ ઉદાહરણ છે. જા નવી ડાંગર અને કાટેલિયા નાઝમીની આ જ્‍વલંત સફળતા અન્‍ય વિદ્યાર્થીનીઓને પણ વિજ્ઞાન અને સંશોધન (Science and Research) ક્ષેત્રે આગળ વધવા માટે એક નવી પ્રેરણા પૂરી પાડશે. શાળા ભવિષ્‍યમાં પણ આવા જ તેજસ્‍વી તારલાઓ તૈયાર કરી રાજકોટ તથા ગુજરાતનું ગૌરવ સતત વધારતી રહેશે તેવો દ્રઢ વિશ્વાસ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે. 

(2:01 PM IST)