તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
તાલુકા પોલીસના દારૂના ગુનામાં ફરાર સાગર મકવાણા પકડાયો
પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૬: તાલુકા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર શખ્સ સાગર બચુભાઇ મકવાણા (ઉ.વ.૪૬-રહે. કુબલીયાપરા, હાલ દેવકીનંદન સોસાયટી-૬, માંડા ડુંગર પાસે)ને પેરોલ ફરલો સ્ક્વોડે પકડી લઇ તાલુકા પોલીસને સોંપ્યો છે. સાગર વિરૂધ્ધ ગત જાન્યુઆરી મહિનામાં તાલુકા પોલીસમાં દારૂનો ગુનો નોંધાયા બાદ તે ફરાર હતો. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્. રાજદિપસિંહ ચોૈહાણ, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, ડ્રા.કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.
(3:36 PM IST)










