<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

સહેલી લેડીઝ ક્‍લબ દ્વારા મે માસમાં ભાગવત સપ્તાહનું આયોજન : પોથીજીમાં નામ નોંધણી

રાજકોટ : સહેલી લેડીઝ ક્‍લબ દ્વારા ‘‘વૃંદાવનધામ'' સર્વપિતૃનાં મોક્ષાર્થે પાવન પુરૂષોત્તમ માસમાં સર્વ જ્ઞાતિય સમૂહ ભાગવત સપ્તાહનું આયોજન તા. રપ થી ૩૧ મે દરમિયાન કરવામાં આવ્‍યું છે.

આ ભાગવત સપ્તાહ રણછોડદાસ બાપુ કોમ્‍યુનિટી હોલ, ભક્‍તિ નગર સર્કલથી નજીક, આનંદનગર મેઇન રોડ, જલજીત હોલની સામે, રાજકોટ ખાતે યોજાશે. દરરોજ બપોરનાં ૩:૩૦ થી ૭:૩૦ ભાગવત કથાનું રસપાન પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાનાં શિષ્‍ય એવા ડૉ. અનિલભાઇ ઓ. મહેતા કરાવશે.

ભાગવત સપ્તાહમાં પોથીજીમાંનામ નોંધાવવા માટે જીતા દત્તાણી - મો. ૯૯ર૪૭પ૩૭રર, જયશ્રી જોષી - મો. ૯૮રપ૧૬પરર૪, હસ્‍મિતા પાટડીયા - મો. ૭૩પ૯૪ર૬૬૩૮નો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(3:20 PM IST)