<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

સહેલી લેડીઝ કલબ દ્વારા સોમવારથી વૃંદાવનધામ ખાતે સર્વજ્ઞાતિય સમુહ શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ

ભાગવતાચચાર્ય શાસ્ત્રી ડો. અનિલભાઇ મહેતા કથાનું રસપાન કરાવશેઃ વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે

રાજકોટઃ સહેલી લેડીઝ કલબ આયોજીત રાજકોટના આંગણે ‘‘વૃંદાવન ધામ'' શ્રીમદ્દ ભાગવત કથા તા. રપ ને સોમવારથી કથાનો પ્રારંભ થશે અને તા.૩૧ ના રવિવારના રોજ કથાનો વિરામથશે.

દરરોજ બપોરે ૩:૩૦ થી ૭:૩૦ દરમિયાન કથાનું સુંદર રસપાન ભાગવતાચાર્ય શાષાીશ્રી ડો. અનિલભાઇ ઓ. મહેતા કરાવશે.

પૂજય રણછોડદાસબાપુ કોમ્‍યુનિટી હોલ, આનંદનગર મેઇન રોડ, જલજીત હોલની સામેનો કોર્નર, ભકિતનગર સર્કલથી તદન નજીક રાજકોટ ખાતે આયોજીત ભાગવતકથામાં વિવિધ પ્રસંગોની ઉજવણી ધામધુમથી થશે.

આ ભાગવત સપ્‍તાહનું આયોજન પ્રમુખ જીત દત્તાણી બ્રહ્મસમાજ અગ્રણી જયશ્રીબેન જોશી, મનીષાબેન પારેખ તેમજ રાજકોટ શહેર મિડીયા ઇન્‍ચાર્જ નીનાબેન વજીર કરી રહયા છે.

કથામા યજમાન બનવા માટે જીતાબેન દત્તાણી - ૯૯૨૪૭ ૫૩૭૨૨, જયશ્રીબેન જોશી-૯૮૨૫૭ ૬૫૨૨૪ નો સંપર્ક કરવો  આયોજનમાં મીતાબેન વિઠ્ઠલાણી, સોનલબેન જીવરાજાની, કિષ્‍નાબેન જીવરાજાની, સહિતના જહેમત ઉઠાવી રહયા છે.    (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)  

 

(3:06 PM IST)