તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
માદક દ્રવ્યના ગુનામાં સામેલ સાહિલને પીઆઇટી-એનડીપીએસ હેઠળ જેલભેગો
કુવાડવા પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ બ્લોચ અને ટીમે વોરન્ટ બજવણી કરી સુરત જેલમાં ધકેલ્યો

રાજકોટ તા.૨૧: નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને દૂષણને ડામી દેવા માટે પોલીસ કમિશનર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. યુવાધનને બરબાદી તરફ ધકેલતા માદક પદાર્થોના નેટવર્કને તોડવા અને કાયદાનો કડક અમલ કરાવવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ એન.ડી.પી.એસ.ના કેસમાં પકડાયેલા એક આરોપી વિરૂદ્ધ પીઆઇટી એનડીપીએસ એકટ ૧૯૮૮ હેઠળ દરખાસ્ત તૈયાર કરી તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર (ઝોન-૧) હેતલ પટેલ તથા મદદનીશ પોલીસ કમિશનર (ઉત્તર વિભાગ) વી.બી.જાડેજા દ્વારા અગાઉ એનડીપીએસના કેસોમાં પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ અટકાયતી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ (ગુજરાત રાજ્ય, ગાંધીનગર) દ્વારા પણ આ કાર્યવાહી કરવા માર્ગદર્શન અપાયું હતું.
જે અન્વયે કુવાડવા રોડ પોલીસ દ્વારા દરખાસ્ત થઇ હતી. તે અંતર્ગત રાહીલ અમીનભાઈ મીણાપરા (ઉ.વ. ૨૧ રહે. ઘનશ્યામ નગર, આંબલીયા ઇલેક્ટ્રિકની બાજુમાં, કોઠારીયા મેઈન રોડ)ને સુરત મધ્યસ્થ જેલ (લાજપોર) ખાતે મોકલી દેવાયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.વસાવા, પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.ગોંડલીયા, પો.સબ.ઇન્સ. એ.એ.બ્લોચ તથા એ.એસ.આઈ. કે.વી.જાડેજા, પો.હેડ કોન્સ. અજીતભાઈ ભાનુભાઈ લોખીલ, હિતેશભાઈ જસમતભાઈ માલકીયા, મહેશભાઈ કાનાભાઈ આંબલા, તેમજ પો.કોન્સ. જયદીપભાઈ, ભાવેશભાઈ, જયપાલભાઈ, કુશલભાઈ, મેહુલસિંહ, યશપાલસિંહ, અરવિંદસિંહ, પિન્ટુભાઈ અને પી.સી.બી. શાખાના એ.એસ.આઈ. રાજુભાઈ દહેકવાલ તથા પો.હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ સીસોદીયા દ્વારા સંયુક્ત રીત આ કામગીરી થઇ હતી.
(3:32 PM IST)










