તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
કાલ સાંજથી ૪૮ કલાક સુધી દારૂ સહિતના નશાકારક પીણાના વેચાણ પર પ્રતિબંધ

રાજકોટ, તા.૨૩: રાજકોટમાં ૨૬ એપ્રિલના રોજ યોજાનારી કોર્પોરેશનની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ જળવાઈ રહે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે હેતુથી રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા બે દિવસ માટે ‘ડ્રાય ડે' જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર, મતદાનના ૪૮ કલાક પહેલાથી જ દારૂના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવે . ૨૪ એપ્રિલ સાંજથી પ્રચાર પડઘમ શાંત થવાની સાથે જ દારૂબંધીનો ચુસ્ત અમલ શરૂ થશે.૨૬ એપ્રિલ સુધી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી સમગ્ર જિલ્લામાં દારૂના વેચાણ અને હેરફેર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે
(3:52 PM IST)










