તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
સમસ્ત તુરી બારોટ સમાજ સેવા મંડળ - રાજકોટનો ૩૦માં વર્ષમાં પ્રવેશઃ સોમવારે તરણેતર અન્નક્ષેત્રનું પ્રસ્થાન
ત્રણ દિવસ અન્નક્ષેત્ર ધમધમશેઃ બારોટ સમાજના કલકારો, આગેવાનો, દાતાઓનું સન્માન

રાજકોટઃ શ્રી સમસ્ત તુરી બારોટ સેવા મંડળ - રાજકોટ દ્વારા ૨૩ વર્ષથી કરી રહેલ કામગીરીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તરણેતર અન્નક્ષેત્રના પ્રેરણાદાયી સ્વ.તેજાભાઇ બારોટના આશીર્વાદથી આયોજન કરવામાં આવેલ છે.
અન્નક્ષેત્રની તા.૧૪ થી તા.૧૬ (સોમ,મંગળ, બુધ) જેમાં ત્રણ દિવસ નિઃશુલ્ક અન્નક્ષેત્ર ચોલાવવામાં આવશે. શ્રી ત્રિનેત્રશ્વર મહાદેવના સાન્નિધ્યમાં ભાદરવા સુદ પાંચમ તા.૧૬ને સાંજે ૪ વાગ્યે સંસ્થાના કાર્યોને બિરદાવવા દાતાઓ, સામાજિક આગેવાનો, સાધુ-સંતો હાજરી આપશે, સંસ્થાને વર્ષોથી સહકાર આપનાર દાતાઓ તથા આગેવાનો દ્વારા રવાના કરવામાં આવશે.
સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ બારોટ, મહામંત્રી ભવાનભાઇ બારોટ, ઉપપ્રમુખ પ્રભાતરાય બારોટ, મંત્રી પ્રભાતકુમાર બારોટ, ખજાનચી હરીલાલ બારોટ, માધાભાઇ બારોટ, રણધીરભાઇ બારોટ, જયેશભાઇ બારોટ, લાલાભાઇ બારોટ, દિલીપભાઇ બારોટ, સહકાર્યકર્તાઓ સચિનભાઇ બારોટ, વિજયભાઇ બારોટ, હિમાંશુભાઇ બારોટ, સિધ્ધાર્થભાઇ બારોટ, જનરાજભાઇ, નરેશભાઇ, નાગાજણભાઇ, પ્રફુલભાઇ, જયશભાઇ, ગોવિંદભાઇ, પ્રકાશભાઇ, રાહુલભાઇ, નિર્મળભાઇ, યશરાજભાઇ, ઘનશ્યામભાઇ સહિત ૫૦થી વધુ કાર્યકરો અન્નક્ષેત્રમાં સેવા આપશે. તેમ જણાવાયું છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના સાન્નિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો ભરાય છે. આ મેળામાં કાઠીયાવાડની લોકસંસ્કૃતિની પ્રતિતિ થાય છે. ત્રિનેત્રેશ્વર મહાદેવ તથા લોકસંસ્કૃતિના દર્શનનો લ્હાવો લેતા હોવાનું જણાવાયું છે.
આ વર્ષે તરણેતરના મેળામાં ત્રણ દિવસ નામાંકિત કવિઓ, બારોટ સમાજના કલાકારો, લોકસાહિત્યના કસ્બીઓ તથા દાતાઓનો સત્કાર કાર્યક્રમ જેમા પ્રમાણપત્ર આપવામાં આવશે. સંસ્થાના સત્કાર્યોના સમભાગી સમાજ શ્રેષ્ઠીઓનું શાલ, પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવશે તેમ સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ બારોટ (મો. ૯૪૨૬૪ ૬૦૪૬૮)ની યાદીમાં જણાવાયું છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(2:26 PM IST)










