News of Saturday, 30th May 2026
કોલીથડમાં જનસંપર્ક કરતા સામતભાઇ બાંભવાઃ પ્રશ્નોના ઉકેલની કાર્યવાહી
રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વચન પાલન તરફ

રાજકોટ, તા. ૩૦: કોલીથડ જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સામતભાઈ બાંભવા દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન ગોંડલની કોલીથડ જિલ્લા પંચાયત સીટના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક જનસંપર્ક કરેલ હતો.
ગામેગામ ફરી લોકો વચ્ચે જઈ સામાન્ય જનતાના નાના-મોટા પ્રશ્નોને ગંભીરતાપૂર્વક સાંભળવામાં આવ્યા હતા તેમજ દરેક પ્રશ્નોની નોંધ લઈ યાદી તૈયાર કરવામાં આવી હતી. તે સમયે લોકોએ વ્યક્ત કરેલા પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિવારણ માટે તેમણે દૃઢ સંકલ્પ સાથે ખાતરી આપી હતી કે વિસ્તારના કોઈપણ પ્રશ્નો ラ લાઈટ, પાણી, ગટર, રસ્તા કે સફાઈ જેવા પ્રશ્નો ૧૦૮ જેવી તાત્કાલિક સેવાભાવના સાથે ઉકેલવામાં આવશે અને લોકોની સુખાકારી માટે ૨૪ કલાક પ્રજાની વચ્ચે રહી ખંભે ખંભો મિલાવી સેવા કરવામાં આવશે તે મુજબ તેમણે કામગીરી શરૂ કરી છે. કોલીથડ ગામ ખાતે ગામજનો સાથે મુલાકાત યોજી ગામના પ્રવાસ દરમિયાન લોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવ્યો હતો. લોકોમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશેષ વિશ્વાસ અને વિકાસ પ્રત્યેનો આશાવાદ જોવા મળ્યો હતો. જનસેવા એ જ પ્રભુસેવા ના પવિત્ર મંત્ર સાથે પ્રજાના હિત અને વિકાસ માટે કટિબદ્ધ રહી સતત કાર્ય કરતા રહેવાની ખાતરી આપવામાં આવી હતી. સરકાર અને પાર્ટીના આગેવાનોનો આભાર માનવામાં આવ્યો છે
(11:51 AM IST)










