<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

એ જ સાહિયરની મહેક... ને આ વખતે કંઈક સાવ નવો જ રંગ!

સાહિયર રાસોત્‍સવ ૨૦૨૬: એ જ ભક્‍તિ, પણ આરાધનાનો એક નવો જ અંદાજ એ જ ગરબો, પણ તાલ અને લયના નવા જ આયામ

 

 

રાજકોટઃ નવરાત્રિ મહોત્‍સવની આગવી ઓળખ સમાન સાહિયર રાસોત્‍સવ આ વર્ષે પોતાની ૨૬ વર્ષની ગૌરવવંતી સફરમાં એક નવા અધ્‍યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છે. તા. ૧૧થી ૧૯ ઑક્‍ટોબર દરમિયાન રેસકોર્સ, ફનવર્લ્‍ડની બાજુમાં, રાજકોટ ખાતે યોજાનારો આ મહોત્‍સવ આ વખતે એક અનોખા વિચાર સાથે ખેલૈયાઓને આવકારશે Same Same, But Different!

એટલે કે, સાહિયરની આત્‍મા એ જ રહેશે, પણ એની અભિવ્‍યક્‍તિ આ વખતે સાવ અનોખી હશે!

એ જ શ્રદ્ધા અને મા આદ્યશક્‍તિની આરાધનાનો ભાવ, પણ વૃંદાવન રાસની અલૌકિક અનુભૂતિ સાથે!

એ જ પરંપરાગત ગરબાની મીઠાશ, પણ રેટ્રો રાસના નોસ્‍ટાલ્‍જિક અંદાજ અને ફયુઝન રાસના નવા જ સંગમ સાથે!

એ જ તાલીઓનો ગુંજારવ અને ઘૂમતા ગરબાનાં વર્તુળો, પણ આ વખતે નવા બીટ્‍સ, નવા રિધમ અને સંગીતની નવીન શૈલીઓ સાથે!

એ જ નવરાત્રિની રંગત, પણ દરેક રાત્રિને આગવી ઓળખ આપતી અદભુત થીમ્‍સ સાથે!

ક્‍યારેક રેડ ઍન્‍ડ બ્‍લેકના આકર્ષક રંગોમાં રંગાતું મેદાન, તો ક્‍યારેક નિયોન રાસની ઝગમગાટથી રોશન થતો ઉત્‍સવ!

એ જ અષ્ટમીનું પાવન મહત્ત્વ, પણ ભક્‍તિ અને શ્રદ્ધાને વધુ ગહન બનાવતી ભવ્‍ય મહાપૂજાના વિશેષ આયોજન સાથે!

એ જ સાહિયરનું મેદાન, પણ આ વખતે આંખોને અચંબિત કરી દે તેવી સજાવટ અને કલ્‍પનાથી પણ આગળનો નવો માહોલ!

એ જ ખેલૈયાઓનો ઉત્‍સાહ, પણ એમના માટે દરરોજ કંઈક નવું માણવાની આતુરતા!

એ જ પરિવાર જેવી હૂંફ, પણ યાદોને વધુ ખાસ બનાવી દેતા નવા અનુભવો સાથે!

એ જ સલામતી, એ જ શિસ્‍ત અને એ જ મર્યાદા, પણ આયોજનની ગુણવત્તા અને સુવિધાઓને સતત વધુ નિખારવાના સંકલ્‍પ સાથે!

કારણ કે સાહિયર માટે નવરાત્રિ માત્ર રાસ-ગરબાનો ઉત્‍સવ નથી; એ તો ‘‘શક્‍તિની ભક્‍તિનો મહોત્‍સવ'' છે. અહીં ગરબાનાં પગલાંમાં પરંપરા છે, તાલીઓના નાદમાં શ્રદ્ધા છે અને દરેક રાત્રિના ઉત્‍સાહની પાછળ સંસ્‍કૃતિને સાચવી રાખવાની અડગ ભાવના છે. વર્ષોથી સાહિયરની ઓળખ બનેલી આ મૂલ્‍યવ્‍યવસ્‍થા આ વર્ષે પણ એટલી જ અડીખમ રહેશે.

૨૬ વર્ષથી સાહિયરની દરેક નવરાત્રિ પાછળ રહેલી એ જ અથાગ મહેનત, એ જ આયોજન પ્રત્‍યેની નિષ્ઠા અને ખેલૈયાઓને શ્રેષ્ઠ અનુભવ આપવાનો એ જ જુસ્‍સો આ વર્ષે પણ યથાવત્‌ છે. બદલાશે તો એની રજૂઆત, વધશે તો એની ભવ્‍યતા અને નવી ઉમેરાશે તો અનુભવોની એક આખી નવી દુનિયા!

કારણ કે સાહિયરની પરંપરા માત્ર વર્ષો જૂની નથી, એ દર વર્ષે કંઈક નવું સર્જવાની પરંપરા છે.

તો તૈયાર થઈ જાઓ, કારણ કે આ વખતે સાહિયરમાં મળશે ઓળખીતો અહેસાસ અને અનોખો અનુભવ; પરંપરાનો વારસો અને નવીનતાનો ઉત્‍સવ; મા પ્રત્‍યેની ભક્‍તિ અને ગરબાની નવીન રંગત!

સાહિયર રાસોત્‍સવ ૨૦૨૬: એ જ સંસ્‍કાર. એ જ ઉમંગ. એ જ સાહિયરની શાન. પણ આ વખતે... એકદમ નવો અંદાજ, એક નવો અનુભવ અને એક નવું સાહિયર!

 સ્‍થળઃ રેસકોર્સ ગ્રાઉન્‍ડ, ફનવર્લ્‍ડની બાજુમાં, રાજકોટ, સંપર્ક - ૮૯૮૦૦ ૨૧૩૨૧, ઓફિસ - ૩૧૨, સિલ્‍વર ચેમ્‍બર, ટાગોર રોડ, અતુલ મોટરની સામે.

(2:27 PM IST)