News of Thursday, 5th November 2026
મોચીનગરમાં સમજુબેનને હુદડને પાડોશી શાહીદાબેન સહિતે માર માર્યો
સારવાર માટે દાખલઃ અગાસીએ કાપેલુ મટન ફેંકાયું હોઇ તે બાબતે પુછતાં હુમલો કરાયાનો વૃધ્ધાનો આક્ષેપ

રાજકોટ તા. ૫: જામનગર રોડ પર મોચીનગર-૨ શેરી નં. ૩માં રહેતાં સમજુબેન મામૈયાભાઇ હુદડ (ઉ.વ.૬૦)ને રાતે સાડા નવેક વાગ્યે પાડોશી શાહીદાબેન તથા તેના પરિવારના લોકો તેમજ બીજા પાડોશીઓએ ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.
સમજુબેનના પતિ મામૈયાભાઇ હુદડ નિવૃત પોલીસ કર્મચારી છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. સમજુબેને જણાવ્યું હતું કે અમારા ઘરની અગાસી ઉપર કોઇ કાપેલા મટનના કટકા ફેંકી ગયું હોઇ આ બાબતે બાજુમાં જ રહેતાં શાહીદાબેન પર શંકા હોઇ તેને આ વિશે પુછતાં તેણે ઝઘડો કરી બીજા લોકો સાથે મળી હુમલો કર્યો હતો. અગાઉ પણ આ રીતે અમારી સાથે માથાકુટ કરવામાં આવી હતી. અમે સસ્તામાં મકાન વેંચીને જતાં રહીએ તે કારણે હેરાન કરવામાં આવે. આક્ષેપોને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
(4:42 PM IST)










