News of Monday, 14th September 2026
સામા કાંઠા વિસ્તારના સંતકબીર રોડ પર સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા સંજય નગર કા રાજા ગણપતિ મહોત્સવ ૧ કિ.મી. રોડ પર રોશનીનો ઝગમગાટ
ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયાોે : સતત ૧૯માં વર્ષે જાજરમાન આયોજનઃ દરરોજ રાત્રે સંસ્કૃતિ કાર્યક્રમોની વણઝારઃ મહાઆરતી, અન્નકૂટ દર્શન, તાવા પ્રસાદ, બાળકો માટે રંગપૂરણી સ્પર્ધા, આરતી ડેકોરેશન, ધૂન ભજન, ધાર્મિક પ્રવચન, ડિસ્કો દાંડિયા સહિતના કાર્યક્રમો

રાજકોટઃ સામાકાંઠા વિસ્તારના સંતકબીર રોડ પર સિદ્ધિ વિનાયક ગ્રુપ, સંજય નગર કા રાજા દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી આયોજન કરવામાં આવે છે ત્યારે સતત ૧૯ માં વર્ષે આયોજક સમિતિના દીપકભાઈ રાઠોડ( ભરવાડ), વિનુભાઈ અગ્રાવત, મનસુખભાઇ રૈયાણી, ધવલભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ અને ગણેશ મહોત્સવ સમિતિના પ્રમુખ ક્રિષ્નાભાઈ ભરવાડની આગેવાની હેઠળ ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે સંજય નગર કા રાજા ગણપતિ મહોત્સવના વ્યવસ્થાપક અને મીડિયા ઇન્ચાર્જ હરેશભાઈ જોષીએ જણાવ્યું હતું કે, આપણી પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતા મૂલ્યવાન અવસર ગણેશ મહોત્સવના માધ્યમથી એક ભારત શ્રેષ્ઠ ભારત બને તેવા હેતુથી આયોજનમાં આજે સાંજે ૪:૩૦ કલાકે ગણપતિ સ્થાપન કરવામાં આવશે અને દરરોજ રાત્રે ૮કલાકે મહા આરતી થશે.
આ કાર્યક્રમના પૂજન અર્ચન માટે આચાર્ય પદે શાષાી ગૌતમભાઈ ત્રિવેદી રહેશે. દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં અન્નકૂટ દર્શન, તાવા પ્રસાદ, બાળકો માટે રંગપૂરણી સ્પર્ધા, આરતી ડેકોરેશન, ધૂન ભજન, ધાર્મિક પ્રવચન, ડિસ્કો દાંડિયા સહિતના કાર્યક્રમોયોજાશે, મહોત્સવ સ્થળથી એક કિલોમીટર છે ત્રિજયામાં રંગબેરંગી રોશનીનો ઝળહળાટ જોવા મળી રマ મોડી રાત સુધી ગણપતિ મહારાજના દર્શન કરવા માટે ભાવિકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળશે
આ કાર્યક્રમને સફળ બનાવવા મનસુખભાઈ રૈયાણી, દલસુખભાઈ ચોથાણી, ગણેશ બુલિયન, વેરાઈ સેલ્સ, ભાવેશભાઈ લોખીલ, ખીમજીભાઇ મકવાણા, ભરતભાઈ ગરોધરા, વી.એમ. પટેલ નો સહયોગ સાંભળી રહ્યો છે તેમજ પ્રસાદના દાતા તરીકે શૈલેષભાઈ રાઠોડ, ઉમંગ એજન્સી, ભીમજીભાઇ પટેલ, કિશોરભાઈ હાપલીયા, અશોકભાઈ ભગત, મયુરભાઈ રાતડીયા, પરેશભાઈ પુજારા, હસુભાઈ જાદવ, કિરીટભાઈ પટેલ, શૈલેષભાઈ હેધરોજા, નક્ષત્ર સેલ્ફ ડ્રાઇવ સહિતના દાતાશ્રીઓ ના સહયોગ સાંપડી રહ્યો છે તેમજ આ કાર્યક્રમમાં મોમાઈ કોલ્ડ્રિંક્સ, જય બજરંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, સતનામ મોબાઇલ, સાંવરિયા શેઠ સાડી અને ડ્રેસીસ, ન્યુ ચામુંડા વાસણ ભંડાર, રાધેકૃષ્ણ ડેરી ફાર્મ, રાધેશ્યામ ડેરી, ગણેશ ડેરી,દીપકભાઈ રાઠોડ, વિનુભાઈ અગ્રાવત, ક્રિષ્નાભાઈ ભરવાડ, મનસુખભાઈ રૈયાણી, ધવલભાઇ ભરવાડ, પોપટભાઈ ટોળિયા, હરેશભાઈ જોષી, લાલાભાઇ ખીટ, રાજ ભરવાડ, હરિભાઈ રાતડીયા, સંજયભાઈ બોસમીયા, જીતેન્દ્રભાઈ મોરાણીયા, શૈલેષભાઈ ધેણોજા, પરેશભાઈ પુજારા, હસુભાઈ જાદવ, અલ્પેશભાઈ ભરવાડ, રાજુભાઈ મેવાડા, હિતેશભાઈ પીઠડીયા, વિરમભાઇ ગોલતર, અતુલભાઇ અગ્રાવત, કિશનભાઇ શેઠ, અનુજભાઈ ઠાકુર, વિરમભાઈ ફાંગલિયા, રાજભા, યુવરાજ ભરવાડ, રાજન, સની રાતડીયા, નિતીન ઠાકોર, રાહુલ ભરવાડ, ભરતભાઈ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે,
મીડિયાની વ્યવસ્થા ઉદય જોષી, હિતેશ જોષી સંભાળી રહ્યા છે. આ પ્રેસ મુલાકાત સમયે દીપકભાઈ રાઠોડ, વિનુભાઈ અગ્રાવત, મનસુખભાઈ રૈયાણી, હરેશભાઈ જોષી, સંજયભાઈ બોસમીયા, હરિભાઈ રાતડીયા ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(3:16 PM IST)










