News of Tuesday, 14th July 2026
જગન્નાથજીની રથયાત્રા અંતર્ગત ત્રિકોણ બાગે નાઇ યુવા ગૃપ દ્વારા સરબત વિતરણ

રાજકોટ : અષાઢી બીજના પવિત્ર અવસરે રાજકોટ શહેરમાં નીકળનારી ભવ્ય જગન્નાથજી રથયાત્રાને લઇને ઉત્સાહનો માહોલ છે ત્યારે આ ધાર્મિક મહોત્સવમાં સેવાના ભાવ સાથે નાઇ યુવા ગૃપ, રાજકોટ દ્વારા સરબત વિતરણની સેવા પુરી પાડવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.
આગામી રથયાત્રાના દિવસે સવારે ૧૧ વાગ્યાથી ત્રિકોણબાગ ચોક ખાતે સરબત વિતરણનો પ્રારંભ થશે. આયોજનમાં નાઇ યુવા ગૃપ મનીષ ગોહેલ, રાજુભાઇ જોટંગિયા, મેહુલ બજાણીયા, રોહિત ભટ્ટી, બિટ્ટુ ગોહેલ, જયુ ભટ્ટી, પિયુષ ગાલોરીયા, અજય ગોંડલિયા, ચિરાગ ગોંડલિયા, લાલો દસાડીયા, રીવ ગોંડલીયા, પારસ ગોંડલીયા, કૌશલ શીશાંગીયા, તેજસ લખતરિયા, કેવલ વાઘેલા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:02 PM IST)










