તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
વાણંદ સમાજ કર્મચારી મંડળ દ્વારા ૩૧મીએ ૧૮૦ વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ
તેજસ્વી છાત્રોને શિલ્ડ અને પારિતોષિક આપી સન્માનીત કરાશે

રાજકોટ : શૈક્ષણિક વર્ષ ર૦રપ-ર૬માં યશસ્વી પરિણામ લાવનાર વાણંદ સમાજની પાંગરતી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા તેમજ અન્ય વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાના શુભ ઉદ્દેશ્યથી વાણંદ સમાજ કર્મચારી મંડળ રાજકોટ દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કુલ ૧૮૦ તેજસ્વી તારલાઓને શીલ્ડ અને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવશે.
આ કાર્યક્રમ તા. ૩૧.૧૦.ર૦ર૬ શનિવારે, શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાશે.
આ ઉપરાંત સમાજના ભાવિ ઘડવૈયાઓ પોતાની કારકીર્દીનું યોગ્ય ઘડતર કરી શકે તેમજ પૂર્વનિર્ધારિત ધ્યેય પ્રાપ્તિ કરી શકે તે માટે સમાજના પ્રતિભા ધરાવતા ડૉ. નીલેશભાઇ કાલાણી દ્વારા પ્રેરણાત્મક પ્રવચન તેમજ વિદ્યાર્થીઓ સાથે પ્રત્યાયનનું પણ આયોજન કરેલ છે.
તસ્વીરમાં સંસ્થાના પ્રમુખ રમેશભાઇ સુરાણી, મો. ૯૮રપપ૪૮પ૭૮, ઉપપ્રમુખ નવીનભાઇ વાજા, ટ્રસ્ટીઓ મનસુખભાઇ પરમાર, યશવંતરાય વાઘેલા, અશ્વિનકુમાર ગાલોરીયા, નીતિનભાઇ બગથરીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:25 PM IST)










