<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

CA ઇન્‍ટરમાં સારથી એકેડેમીનો સફળતાનો શંખનાદ

ઉત્‍સવ સુખડિયાએ AIR-43 મેળવી રચ્‍યો સફળતાનો નવો અધ્‍યાયઃ રાજકોટ કેન્‍દ્રમાં પ્રથમ રાહુલ જીયાણી રાજકોટ કેન્‍દ્રમાં ત્રીજા સ્‍થાને : સારથીનું ઝળહળતુ પરિણામ ૬૧.પ૪%

રાજકોટ, ર૪ : સફળતા સંજોગોથી નહીં, સંકલ્‍પથી સર્જાય છે આ વિચારને સારથી એકેડેમીના વિદ્યાર્થીઓએ CA ઇન્‍ટરમીડિયેટની પરીક્ષામાં સાકાર કર્યો છે. અડગ મનોબળ, અવિરત મહેનત અને નિષ્‍ણાતોના સચોટ માર્ગદર્શનના બળે એકેડેમીએ ફરી એકવાર રાષ્‍ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભાનો પરચો આપ્‍યો છે. ઓલ ઇન્‍ડિયા રેન્‍કની ગૌરવપ્રદ સિદ્ધિ સાથે રાજકોટ કેન્‍દ્રમાં ટોચના સ્‍થાનો મેળવી વિદ્યાર્થીઓએ એકેડેમી અને શહેરનું નામ રોશન કર્યું છે.

એકેડેમીના તેજસ્‍વી વિદ્યાર્થી ઉત્‍સવ સુખડિયાએ ૬૦૦માંથી ૪૪૧ ગુણ સાથે ઓલ ઇન્‍ડિયા રેન્‍ક ૪૩ પ્રાપ્ત કરી રાજકોટ કેન્‍દ્રમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે. સાથોસાથ રાહુલ જીયાણીએ ૬૦૦માંથી ૪૨૬ ગુણ મેળવી રાજકોટ કેન્‍દ્રમાં ત્રીજું સ્‍થાન પ્રાપ્ત કર્યું છે.

પરીક્ષામાં સારથી એકેડેમીના પર વિદ્યાર્થીઓમાંથી ૩૨ વિદ્યાર્થીઓ સફળ થયા, એકેડેમીનું પરિણામ ૬૧.૫૪ ટકા રહ્યું. તેની સામે ICAIનું સમગ્ર ભારતનું પરિણામ ૧૩.૨૧ ટકા અને રાજકોટ કેન્‍દ્રનું પરિણામ ૨૦ ટકા રહ્યું છે.

સારથી એકેડેમીના સંચાલકો CA જીગ્નેશ રાઠોડ અને CAઅલ્‍પેશ ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે, ૅઅમારો ઉદ્દેશ માત્ર પરીક્ષામાં ઉત્તીર્ણ કરાવવાનો નથી; વિદ્યાર્થીઓને વિષયનું સાચું જ્ઞાન, આત્‍મવિશ્વાસ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ક્ષમતા આપવાનો છે. આ ગૌરવપ્રદ સફળતાનો સાચો શ્રેય વિદ્યાર્થીઓની કઠોર મહેનત, વાલીઓના વિશ્વાસ અને સમગ્ર શિક્ષક ટીમની નિષ્‍ઠાને  છે. ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં - એ જ સારથી એકેડેમીની કાર્યસંસ્‍કળતિ છે. એકેડેમીમાં ૧૦થી ૨૫ વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષણવિદો દ્વારા કન્‍સેપ્‍ટ ક્‍લેરિટી, સુનિયોજિત અભ્‍યાસ, સમયસર અભ્‍યાસક્રમ પૂર્ણતા, નિયમિત રિવિઝન, આંતરિક કસોટીઓ અને દરેક વિદ્યાર્થી પર વ્‍યક્‍તિગત ધ્‍યાન આપવામાં આવે છે. આ પરિણામ પાછળ CA જીગ્નેશ રાઠોડ, CA અલ્‍પેશ ત્રિવેદી, CA મિલન કક્કડ, ડૉ. સમીર માણેક, CA પ્રિયા પોપટ, પ્રો. કારિયા, પ્રો. પિયુષ શાહ, પ્રો. ઉર્વશી દોશી અને પ્રોફ. પઠાણ સર સહિત સમગ્ર ફેકલ્‍ટી ટીમના સમર્પિત પ્રયાસો રહેલા છે.

(3:06 PM IST)