<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

મેટોડા જીઆઇડીસીમાં ગાંજાના જથ્‍થા સાથે સરફરાઝ પકડાયો

૮૪,૩૦૦નો ગાંજાનો જથ્‍થો કબ્‍જે : એન્‍ટીનોર્કોટીંકસ વિંગનો દરોડો

તસ્‍વીરમાં ગાંજા સાથે પકડાયેલ શખ્‍સ નજરે પડે છે

રાજકોટ, તા. ૪ : મેટોડા જીઆઇડીસીમાં એન્‍ટીનોર્કોટીકસ વિંગએ દરોડો પાડી ગાંજાના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

માદક પદાર્થને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિ નાબુદ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને એન્‍ટી નાર્કોટીકસ વિંગ એ સરફરાજ હુસૈન પીર મહમ્‍મદ રહે. મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩ તા. લોધીકા, રહે. મુળ યુપી પોતાના કબ્‍જામાં માદક પદાર્થ ગાંજાનો જથ્‍થો વેચાણ અર્થે રાખેલ છ. તેવી ચોકકકસ હકિકત આધારે રેઇડક રી મજકુર ઇસમના કબ્‍જામાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્‍થો ૧ કિલો ૬૮૬ ગ્રામ જેની કિ. રૂા. ૮૪,૩૦૦ તથા મોબાઇલ મળી કુલ ૮૯,૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડાયેલા મેટોડા જીઆઇડીસી પોલીસ સ્‍ટેશન ખાતે એન. ડી. પી.એસ. એકટ મુજબનો ગુન્‍હો દાખલ કરાવ્‍યો હતો.

આ કાર્યવાહી એન્‍ટી નાર્કોટીકસ વિંગના પો.ઇન્‍સ. જે.એ. ખાચર, પો. સબ. ઇન્‍સ. જી.જે. ઝાલા, પો. હેડ કોન્‍સ. વિજયભાઇ વેગડ, સુરપાલસિંહ જાડેજા, ચીરાગભાઇ કોઠીવાર, પો. કોન્‍સ. લકક્કીરાજસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ ગોહિલ, એસ.ઓ.જી. શાખાના પો. હેડ કોન્‍સ. મયુરભાઇ વિરડા, પો. કોનસ. વિપુલભાઇ ગોહિલ, વિજયગીરી ગોસ્‍વામી, નવદિપભાઇ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે.

(3:40 PM IST)