<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

રાજકોટના સરોજબેન વિજયભાઈ શેઠ ૭૬ વર્ષની વયે અરિહંત શરણ પામ્યા: આજે સવારે સ્મશાનયાત્રા : સાંજે ઊઠમણું

રાજકોટ: શ્રી અમૃતલાલ હરજીવનદાસ શેઠના પુત્ર સ્વ. શ્રી વિજયભાઈ શેઠના ધર્મપત્ની તેમજ અલ્પેશભાઈ, મનોજભાઈ, રૂપલબેન અને સોનલબેનના માતૃશ્રી  સરોજબેન (ઉં.વ. ૭૬) તા. ૨/૮/૨૦૨૬, રવિવારના રોજ અરિહંત શરણ થયેલ છે. સદગતે ચક્ષુદાનનું  સરાહનીય કાર્ય કર્યું છે.

 

સદગતની સ્મશાનયાત્રા આજે સોમવાર, તારીખ ૩/૮/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન ("સાગર", ૩-સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, પારસ હોલ પાછળ, રાજકોટ) ખાતેથી નીકળશે.

 

સદગતનું ઊઠમણું પણ આજે સોમવારે સાંજે ૪:૩૦ વાગ્યે શ્રી ઋષભદેવ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ઋષભદેવ ઉપાશ્રય, જય નિર્મળ જૈન સેન્ટર, ૧-તિરૂપતિ નગર, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે. (વિબોધ દોશી, રાજકોટ)

(9:29 AM IST)