તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
કોટડાસાંગાણીમાં વિકાસ કાર્યો શરૂ કરવાની માંગ સાથે ઉપરસરપંચ ધવલ વઘાસીયાના પ્રતિક ઉપવાસ
અટકાવવામાં આવેલ કામો પુનઃ શરૂ કરવા, આક્ષેપોની તપાસ કરવા માંગણી

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી તા.૮: કોટડા સાંગાણી ગ્રામ પંચાયતના વિકાસના કામો બંધ કરવામાં આવ્યા છે. આ વિકાસના કામો તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામ પંચાયતના ઉપસરપંચ ધવલભાઈ વઘાસિયા છેલ્લા ચાર દિવસથી પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. છેલ્લા ચાર દિવસથી ગ્રામજનો દ્વારા પણ ધવલભાઈ વઘાસિયાને બહોળો સમર્થન મળી રહ્યો છે. કોટડા સાંગાણી ગ્રામ પંચાયતના બંધ કરવામાં આવેલા વિકાસના કામો તાત્કાલિક શરૂ કરવા અંગે DDO સાહેબ તથા TDO સાહેબને રજૂઆત કરવામાં આવી છે.
ઉપસરપંચ ધવલભાઈ વઘાસિયાની મુખ્ય માંગ છે કે, કોટડા સાંગાણી ગ્રામ પંચાયતના જે વિકાસના કામો હાલ બંધ કરવામાં આવ્યા છે, તે તમામ કામો તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવે અને ગ્રામજનોને વિકાસના કામોથી વંચિત ન રાખવામાં આવે. ગ્રામજનોના હિતમાં આ પ્રશ્નનો વહેલી તકે યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જેમાં કોટડા સાંગાણી ગ્રામ પંચાયતના અટકાવવામાં આવેલા વિકાસના કામો તાત્કાલિક પુનઃ શરૂ કરવામાં આવે. વિકાસના કામો અંગે થયેલી ફરિયાદો/આક્ષેપોની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી માત્ર ફરિયાદના આધારે ગ્રામ પંચાયતના વિકાસના કામો બંધ રાખવામાં ન આવે. ગ્રામજનોના વિકાસ અને હિતને પ્રાથમિકતા આપવામાં આવે. સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે લેખિત નિર્ણય તેમજ કારણો આપવામાં આવે તેવી માંગ કરાઇ છે
(11:36 AM IST)










