તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
ખાખીજાળિયાના સરપંચ સસ્પેન્ડ, દબાણ મુદે ડી.ડી.ઓ.નું પગલું
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફરજમાં નિષ્ફળતા બદલ હૂકમ

રાજકોટ, તા.૨૨: જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળિયા ગામના સરપંચ દબાણ મુદે વારંવારની તાકીદ છતા ફરજ બજાવવામાં નિષ્ફળ રહેતા ડી.ડી.ઓ શ્રી આનંદુ સુરેશ ગોવિંદ(આઇ.એ.એસ.)એ તેમને ફરજ મોકુફ કરવાનો હુકમ કર્યો છે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીઓએ હુકમમાં જણાવેલ કે શ્રી ભાવેશભાઇ લખમણભાઇ સુવા, સરપંચશ્રી, ગ્રામ પંચાયત કચેરી, ખાખીજાળીયા, સત્તાનો દુરૂપયોગ કરી ખાખીજાળીયા ગામે દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તથા ગ્રામ પંચાયત તા.૨૯/૦૧/૨૦૨૫ના ઠરાવ નં-૫ મુજબના નિર્ણયથી ઉપરવટ જઈ હોદ્દાની ફરજો બજાવેલ નથી. જેથી ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઇ મુજબ પોતાની ફરજો અને કાર્યો બજાવતી વખતે વારંવાર કસુર કરેલ હોય તથા પોતાની ફરજો બજાવવામાં અસમર્થ થયેલ હોય, સરપંચ ખાખીજાળીયા, કલમ-૫૭(૧)ની જોગવાઈ હેઠળ સરપંચના હોદ્દા પરથી દૂર કરવા તા.૧૭ ઓકટોબરે હુકમ કરેલ છે.
(3:43 PM IST)










