તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
ગેસ્ફોર્ડ ચેસ ક્લબ દ્વારા શનિ-રવિ ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ : પ્રથમ વિજેતાને ર૧ હજારનું ઇનામ

રાજકોટ, તા. ૪ : રાજકોટવાસીઓના દુઃખ દૂર કરતા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના (કરણસિંહજી હાઇસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ)ના સાનિધ્યમાં ધાર્મિક ઉત્સવોની સાથે સાથે હવે રમત-ગમત અને બૌદ્ધિક વિકાસને પણ મોટું પ્રોત્સાહન પુરું પાડવામાં આવી રહ્યું છે. રાજકોટ અને ગુજરાતભરમાં રેપીડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.
ગેસ્ફોર્ડ ચેસ કલબ (જીસીસી)ના આયોજન અને વડતાલ મંદિર સંચાલિત શ્રી બાલાજી હનુમાનજી મંદિરના મુખ્ય સંચાલન હેઠળ આગામી શનિવાર અને રવિવાર ૧૩-૧૪ જૂન ‘‘ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ'' બાલાજી મંદિરના અત્યાધુનિક અને સંપૂર્ણ એસી હોલમાં રમાશે.
આ રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને પ્રથમ ઇનામ રૂપે રૂા. ર૧,૦૦૦/-નો માતબર પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
ખેલાડીઓ ગેસ્ફોર્ડ ચેસ ક્લબની જુદી જુદી ૪-પ્રકારની કેટેગરીની આ સ્પર્ધામાં ભાગ લઇ પોતાની પ્રતિભાનો પરચો બતાવવા માંગતા હોય, તેઓએ સત્વરે એન્ટ્રી નોંધાવવા માટે કિરીટ પાન હાઉસ (જુની ગેસ્ફોર્ડ ટોકીઝ)ના મો. નં. ૯૯ર૪ર૦૮૬૬૮ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
આ ઉપરાંત જય ડોડીયા - મો. નં. ૯ર૭૬૮૩પ૧૧૪, મહેશ ચૌહાણ - મો. નં. ૯૭ર૪૯૮૮૧૯૮, અનિલ શુકલ - મો. નં. ૯૩ર૮૧૩૮૪૪૭, કિશોરસિંહ જેઠવા - મો. નં. ૯૯રપર૪૮રપ૧, ભાર્ગવ જાખલીયા - મો. નં. ૯૭રપપ૮૭૧૪૧, મનિષ પરમાર - મો. નં. ૯૮રપ૧૧રરર૯ તથા રવિ સુરાણી ફોન નં. ૦૭૯ ૮૪૪૬૪૪૯૯નો પણ સંપર્ક કરી શકાશે.
એન્ટ્રી તા. ૧૧.૦૬.ર૦ર૬ સુધીમાં સ્વીકારવામાં આવશે. આ ટુર્નામેન્ટના ઓબીટ્રેટર તરીકે જય ડોડીયા સેવા આપનાર છે.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ગેસ્ફોર્ડ ચેસ ક્લબના પ્રમુખ વિશાલ સોલંકી, કિશોરસિંહ જેઠવા, વલ્લભભાઇ પીપળીયા, અરવિંદભાઇ માલવી, હર્ષદભાઇ ડોડીયા, હર્ષીલ શાહ, હિરેન સોલંકી, ભરતભાઇ પરમાર (એડવોકેટ), હેમલ જાની, દેવાંગભાઇ વ્યાસ, રાજુભાઇ ધ્રુવ (એડવોકેટ), જસ્મીન ગઢીયા, ચિરાગભાઇ સંઘવી, બીપીનભાઇ પડીયા આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિશાલ સોલંકી, કિશોરસિંહ જેઠવા, મહેશભાઇ ચૌહાણ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:50 PM IST)










