તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
વેકરીયા પરિવાર દ્વારા પાળ ખાતે કાલથી બે દિવસ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ

રાજકોટઃ વેકરીયા પરિવારમાં એકતા, યુવાનીમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને પારિવારિક સૌહાર્દ વધારવાના શુભહેતુ વેકરીયા પરિવાર (લેઉવા પટેલ) રાજકોટ દ્વારા પ્રથમ વખત સૌરાષ્ટ્ર વેકરીયા પ્રીમિયર લીગ (એસ.વી.પી.એલ.)-સીઝન ૧નું તા. ૩૦/પ/ર૦ર૬ થી તા.૩૧/પ/ર૦ર૬ દરમિયાન ૦ર દિવસ એસ.જી.ક્રિકેટ કલબ, મુ. પાળ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમો ભાગ લેશે. જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી વેકરીયા પરિવારના યુવાનો અને ક્રિકેટપ્રેમીઓ ઉત્સાહપૂર્વક જોડાશે.
વેકરીયા સમાજના યુવાનોમાં ટીમ સ્પિરિટ, નેતૃત્વ, શિસ્ત અને ખેલદિલી જેવા ગુણો વિકસે તેવા હેતુથી બે દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં અનેક રોમાંચક મુકાબલા યોજાશે. જેમાં ખેલાડીઓ પોતાની પ્રતિભા અને રમતકૌશલ્યનું પ્રદર્શન કરેશે. આયોજક સમિતિ દ્વારા ખેલાડીઓ તથા ઉપસ્થિત મહેમાનો માટે વિશેષ સુવિધાઓ, વ્યવસ્થિત આયોજન અને ઉત્સાભર્યુ વાતાવરણ ઉભું કરવામાં આવશે. ટુનામેન્ટ દરમિયાન ખેલાડીઓના સન્માન, ટ્રોફી વિતરણ તેમજ વિશેષ આકર્ષણરૂપ કાર્યક્રમો પણ યોજાશે.
વેકરીયા પરિવાર રાજકોટના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે હજુ આગામી વર્ષોમાં આ ટુનામેન્ટને વધુ વિશાળ સ્તરે આયોજન કરવાની દિશામાં પણ પ્રયાસ કરવામાં આવશે.
કાલે શનિવારે સાંજે ૦૬:૩૦ કલાકે મુખ્ય ઓપનીંગ કાર્યક્રમ રાખેલ છે. જેમાં આશરે ર૦૦૦ થી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ બંને દિવસ ઉપસ્થિત તમામ મહેમાનો માટે ભોજનની પણ વ્યવસ્થા રાખેલ છે.
ટુર્નામેન્ટને સફળ બનાવવા મનિષભાઇ, પંકજભાઇ, ઉમેશભાઇ, કિરીટભાઇ, અરવિંદભાઇ, કૌશિકભાઇ, અમિતભાઇ, સાવનભાઇ, ધાર્મિલભાઇ, ગૌરવભાઇ,કુલદિપભાઇ, રવિભાઇ, હિરેનભાઇ, પાર્થભાઇ, ભૌતિકભાઇ, યશભાઇ, દિવ્યેશભાઇ, સંજયભાઇ, મયુરભાઇ, સાગરભાઇ,આદિત્યભાઇ, વિશાલભાઇ, હાર્દિકભાઇ તથા અભિષેકભાઇ જહેમત ઉઠાવી રહ્યા છે.
આ પ્રસંગે આયોજક મંડળે સમાજના આગેવાનો, યુવાનો, ક્રિકેટરસિકો તથા શુભેચ્છકોને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
વિશેષ માહિતી માટે મો. ૯૭૨૪૯ ૨૫૮૮૮, ૯૭૨૭૪ ૪૬૬૫૨, ૯૭૩૭૫ ૫૫૫૪૪ ૯૭૨૨૩ ૩૩૭૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વેકરીયા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઇ વેકરીયા, અરવિંદભાઇ વેકરીયા, વિશાલભાઇ વેકરીયા, ગણેશભાઇ વેકરીયા નજરેપડે છે.
(3:22 PM IST)










