તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘‘હિરક જયંતિ વર્ષ''ની ઉજવણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૬૦ માં સ્થાપના વર્ષના ઉપલક્ષ્યમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો

રાજકોટ, તા. રર : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૬૦ મા સ્થાપના દિવસની ઉજવણી સંદર્ભે યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા કાયમી શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ કે જેણે ૨૫ વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેઆપ્રી સેવાઆપ્રે બિરદાવવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૬૦ મા સ્થાપના દિવસે કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશી દ્વારા સવારે ૧૧ કલાકે સરસ્વતી માતાનું પૂજન કરી પ્રથમ કુલગુરુ અને આદ્યસ્થાપક ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, એક્ઝીકયુટીવ કાઉન્સીલના સભ્યશ્રીઓ, વિવિધ વિદ્યાશાખાના ડીનો, ભવનોના અધ્યક્ષઓ, અધિકારીઓ તથા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ ઉપસ્થિત રહેશ.ે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના ૨૩-૦૫-૧૯૬૭ ના થઈ અને પ્રથમ કુલગુરુશ્રી તરીકે શિક્ષણવિદ્ ડૉ. ડૉલરરાય માંકડ થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણીક યાત્રાની શરુઆત થઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો તા. ૨૩-૦૫-૨૦૨૬ ના સ્થાપના દિવસ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણીક યાત્રાના ૫૯ વર્ષ પૂર્ણ કરી ૬૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૬૦ મા સ્થાપના દિવસની ઉજવણી તા. ૨૩-૦૫-૨૦૨૬ ના રોજ વિશેષ રીતે કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૬૦ મા સ્થાપના દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રગતિમાં યોગદાન આપનાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વટવળક્ષ બનાવનાર પાયામાં રહેલા હાલ ફરજ બજાવતા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ કે જેણે આ વર્ષે ૨૫ વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેઆપ્રી સેવાઆપ્રે બિરદાવવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓના સન્માન કરવાનો કાર્યક્રમ બપોરે ૧૨ કલાકે આર્ટગેલેરીના સેમીનાર હોલમાં યોજાશે.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજા, પરીક્ષા નિયામક ડૉ. મનીષભાઈ શાહ, એક્ઝીકયુટીવ કાઉન્સીલના સભ્યો, વિવિધ વિદ્યાશાખાના ડીનઓ, ભવનના અધ્યક્ષો, અધિકારીઓ તથા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ ઉપસ્થિત રહેશે
(3:17 PM IST)










