<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા. 21 ઓક્ટોબરથી 16 કોર્સની વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા:32,644 વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે

એલએલબી સેમેસ્ટર ત્રણની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની શરૂઆતમાં 21મી ઓક્ટોબરના બદલે ફેબ્રુઆરીની હોલ ટિકિટ આપી દેવાશે

રાજકોટ :સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તા. 21 ઓક્ટોબરથી 16 કોર્સની વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાઓમાં 32,644 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જોકે આ દરમિયાન એલએલબી સેમેસ્ટર ત્રણની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની શરૂઆતમાં 21મી ઓક્ટોબરના બદલે ફેબ્રુઆરીની હોલ ટિકિટ આપી દેવામા આવશે 

. યુનિવર્સિટી દ્વારા 21 મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી પરીક્ષામાં બી.એ.સેમેસ્ટર-5માં સૌથી વધુ 9,889 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે બી.કોમ.સેમેસ્ટર-5માં 10,047 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત બીસીએ સેમેસ્ટર-5માં 4,480, બીબીએ સેમેસ્ટર-5માં 2,815 અને એલએલબી સેમેસ્ટર-5માં 1,496 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બીએ સેમેસ્ટર-5 એક્સટર્નલમાં 1,583, બીએસ.સી.સેમેસ્ટર-5માં 889 અને બી.એસ.ડબલ્યુ. સેમેસ્ટર-5માં 320 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

આ ઉપરાંત અન્ય અભ્યાસક્રમોમાં બી.કોમ. સેમેસ્ટર-5 એક્સટર્નલમાં 229, બીઆરએસ સેમેસ્ટર-5માં 104, બીએસ.સી.એચ.એસ. સેમેસ્ટર-5માં 123, બીએસ.સી.આઇટી સેમેસ્ટર-5માં 346, બીએ એલએલબી સેમેસ્ટર-5થી 7-9માં 190 અને બીએ બીએડ સેમેસ્ટર-5થી 7માં 80 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે બીએ આઈડી સેમેસ્ટર-5માં 18 અને બીએસસી એમએસસી એપ્લાઇડ ફિઝિક્સ સેમેસ્ટર-5થી 7-9માં 35 વિદ્યાર્થીઓ નોંધાયા છે.આમ વિવિધ અભ્યાસક્રમોમાં કુલ 32,644 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

 

(8:04 PM IST)