તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારંભઃ ૪૫૯૨૪ દિક્ષાર્થીઓને ડિગ્રીઓ એનાયત
રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણમંત્રી ત્રિકમભાઇ છાંગા, પ્રોફે. કે.એસ. નારાયણની ઉપસ્થિતીઃ ૧૧૫ વિદ્યાર્થીઓને ૧૩૨ ગોલ્ડમેડલ તથા કુલ ૧૪૫ વિદ્યાર્થીઓને ૨૨૭ પ્રાઇઝ અર્પણ

રાજકોટ તા.૮: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૬૧ મો પદવીદાન સમારંભનો પ્રારંભ થયો છે. રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને, શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા તથા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટીફીક રીસર્ચ, બેંગલુરુના સાયન્ટીસ્ટ અને પ્રેસીડેન્ટ પ્રોફે. કે.એસ. નારાયણની વિશેષ ઉપસ્થિતિ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિદ્યાશાખાના ૪૫૯૨૪ દિક્ષાર્થીઓને પદવીઓ તથા ૧૩૨ ગોલ્ડમેડલ તથા ૨૨૭ પ્રાઈઝ એનાયત કરવામાં આવશે.
૬૧ મા પદવીદાન સમારોહમાં કુલ ૧૧૫ વિદ્યાર્થીઓને કુલ ૧૩૨ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા છે. દાતાશ્રીઓ તરફથી કુલ ૬૦ ગોલ્ડમેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ ૭૨ ગોલ્ડમેડલ મળીને કુલ ૧૩૨ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા છે.
એમ.પી. શાહ મેડીકલ કોલેજ, જામનગરની વિદ્યાર્થીની શ્રી શાહ કેયાને એમ.બી.બી.એસ. માં સૌ થી વધુ ૦૫ ગોલ્ડમેડલ અને ૦૮ પ્રાઈઝ, સી.યુ. શાહ મેડીકલ કોલેજ, સુરેન્દ્રનગરની વિદ્યાર્થીની બારાઈ પલક રાજેશભાઈને એમી.બી.બી.એસ. માં ૦૪ ગોલ્ડમેડલ અને ૦૩ પ્રાઈઝ, એ.એમ.પી. લો કોલેજ, રાજકોટની વિદ્યાર્થીની ઉટેલીયા શોભના જેરામભાઈને એલ.એલ.બી. માં-૦૩ ગોલ્ડમેડલ અને ૦૭ પ્રાઈઝ, યોગીજી મહારાજ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ધારીની વિદ્યાર્થીની રાઠોડ હેમાલી ચતુરભાઈને બી.એ. માં ૦૩ ગોલ્ડમેડલ અને ૦૩ પ્રાઈઝ એનાયત થયા છે.
(11:42 AM IST)










