તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
કનુભાઇને સોરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વીસરી ન શકેઃ કમલેશભાઇ-કલ્પકભાઇ

રાજકોટ, તા.૮: સોરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૩ માં કુલપતિ ડોકટર કનુભાઇ માવાણીનું અવસાન થતા સોરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રોફેસર કમલેશ જોશીપુરા અને પૂર્વ ઉપકુલપતિ ડો. કલ્પકભાઇ ત્રિવેદીએ ઊંડા શોક અને દુઃખની લાગતી વ્યકત કરી ભાવપૂર્ણ અંજલી આપી છે. તેઓએ જણાવ્યું છે કે ૧૯૯૯થી ૨૦૦૫ સુધી ખુબજ સફળ રીતે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીનું સુકાન સંભાળનાર શ્રી કનુભાઇ માવાણીએ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીને વિકાસના રાજમાર્ગ ઉપર લાવી અને આ યુનિવર્સિટીની ઉત્કૃષ્ટ સેવા કરી છે.
આર્થિક સંસાધનોની ઉપલબ્ધિ, નાણાકીય શિસ્ત માળખાગત સુવિધાઓ તેમજ સોૈરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયની શાખને પ્રતિષ્ઠિત બનાવનાર શ્રી કનુભાઇ માવાણીને સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર કદી ભૂલશે નહી. આયુર્વેદ શિક્ષણના ક્ષેત્રે પણ તેઓનું યોગદાન અપ્રતિમ હતું.
(3:26 PM IST)










