<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

The Matrix દ્વારા સૌરાષ્‍ટ્રનું પ્રથમ અધિકળત ટેસ્‍ટ સેન્‍ટરનો રાજકોટમાં પ્રારંભ

 

રાજકોટ,તા.૧૫:  આંતરરાષ્‍ટ્રીય શિક્ષણ અને અંગ્રેજી ભાષા પ્રમાણપત્ર ક્ષેત્રે રાજકોટ હવે એક સિદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. The Matrix - રાજકોટ દ્વારા સૌરાષ્‍ટ્રનું પ્રથમ LanguageCert અધિકળત અંગ્રેજી ભાષા ટેસ્‍ટ સેન્‍ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સેન્‍ટરનો સત્તાવાર આજ થી પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્‍સને વૈશ્વિક સ્‍તરે માન્‍ય અંગ્રેજી લેન્‍ગવેજ સર્ટીફીકેટ સેવાઓ પૂરી પાડશે.

આ પહેલ માત્ર રાજકોટ માટે જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્‍ટ્ર માટે એક મહત્‍વપૂર્ણ માઈલસ્‍ટોન સાબિત થશે, કારણ કે હવે આંતરરાષ્‍ટ્રીય અભ્‍યાસ, માઈગ્રેશન અને વૈશ્વિક કારકિર્દી માટે પ્રયત્‍નશીલ વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્‍સને તેમના પોતાના શહેરમાં જ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે માન્‍ય અંગ્રેજી પરીક્ષા આપવાની સુવિધા ઉપલબ્‍ધ બનશે. LanguageCert એ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે સ્‍વીકારાયેલ અંગ્રેજી લેન્‍ગવેજ સર્ટીફીકેટ પ્રદાન કરતી અગ્રણી સંસ્‍થા છે.

The Matrix રાજકોટ એક અધિકળત LanguageCert ટેસ્‍ટ સેન્‍ટર  જે પ૧૮-પ૧૯ વેસ્‍ટગેટ-ર, ૧પ૦ ફૂટ રીંગ રોડ અયોધ્‍યા ચોક પાસે રાજકોટ ખાતે આવેલ છે. જે વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્‍સ અને માઈગ્રેશન માટે તૈયારી કરતા ઉમેદવારોને વૈશ્વિક સ્‍તરે માન્‍ય અંગ્રેજી લેન્‍ગવેજ સર્ટીફીકેટ સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબધ્‍ધ છે.

(4:31 PM IST)