News of Wednesday, 1st July 2026
સૌરાષ્ટ્રના જાણીતા ENT સર્જન ડો. હિમાંશુ ઠકકરનો જન્મ દિવસ
ઠકકર હોસ્પીટલનો ર૦ વર્ષમાં પ્રવેશ-ડોકટર્સ ડે-જન્મ દિવસનો ત્રિવેણી સંગમ

રાજકોટ તા. ૧: રાજકોટના જાણીતા કાન-નાક-ગળાના સર્જન ડો. હિમાંશુ જગદીશચંદ્ર ઠક્કરનો જન્મદિવસ ૧ જુલાઈ, અને રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે પણ ૧ જુલાઈ ના દિવસે ઉજવાઈ રહ્યો છે. અને ડો. ઠક્કર ઇ.એન.ટી. એન્ડ ડેન્ટલ સર્જિકલ હોસ્પિટલ નો પણ ૨૦માં વર્ષ મા પ્રવેશ અનોખો ત્રિવેણી સંગમ થયો છે.
જૂનાગઢના વતની અને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર ડો. હિમાંશુ ઠક્કર છેલ્લા ૨૫ વર્ષથી ઇ.એન.ટી. સર્જન તરીકે સફળતાપૂર્વક સેવા આપી રહ્યા છે. તેમણે અનેક જટિલ અને સફળ સર્જરીઓ કરીને દર્દીઓમાં વિશ્વાસ અને તબીબી ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. દર્દી નારાયણની નિષ્ઠાપૂર્વક સેવા કરવી એ તેમની કાર્યશૈલીની વિશેષ ઓળખ છે. ડો. ઠક્કરના સંશોધનાત્મક લેખો અને વૈજ્ઞાનિક આર્ટિકલ્સ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલોમાં પ્રકાશિત થયા છે.
ડો. હિમાંશુ ઠક્કર Limca Book of Recordsમાં ત્રણ ગૌરવવંતા રેકોર્ડ સ્થાપિત કરી ચૂકયા છે તેમજ India Book of Recordsના પણ ગૌરવવંતા રેકોર્ડ હોલ્ડર છે. સંસ્થાકીય સેવાઓમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) રાજકોટના ભૂતપૂર્વ સેક્રેટરી, ENT Society of Rajkotના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ રઘુવંશી ડોક્ટર્સ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂકયા છે. હાલમાં તેઓ ભૂતપૂર્વ શ્રી લોહાણા મહાજન, રાજકોટના મંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે. આ વર્ષે ડોક્ટર્સ ડેના શુભ અવસરે તેમની ડો. ઠક્કર ઇ.એન.ટી. એન્ડ ડેન્ટલ સર્જિકલ હોસ્પિટલ પણ સફળતાપૂર્વક ૧૯ વર્ષ પૂર્ણ કરીને ગૌરવભેર ૨૦મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે.
આ શુભ અવસરે તેમના પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો, દર્દીઓ તથા તબીબી જગતના અગ્રણીઓ તરફથી તેમને જન્મદિવસ, ડોક્ટર્સ ડે અને હોસ્પિટલના ૨૦મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે
(12:01 PM IST)










