News of Tuesday, 3rd November 2026
એસ.બી.આઇ. પેન્શનર્સ એસો. દ્વારા સરદાર પટેલને વંદના

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પેન્શનર્સ એસોસીએશન દ્વારા અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરૂષ, સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની ૧પ૧મી જન્મજયંતિ નિમિતે બહુમાળી ભવન પાસે આવેલ સરદારની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઇ હતી. પેન્શનર્સ એસોસીએશનના અગ્રણી શરદભાઇ દવે, જનાર્દન આચાર્ય, જીતુ ગણાત્રા, રાજુભાઇ પરમાર સહિતના સભ્યોએ પુષ્પાંજલિ અર્પણ કરેલ. આ ઉપરાંત કિશાનપરા ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારકની મુલાકાત લઇને સરદાર પટેલના જીવનકવનને આવરી લેતું પ્રદર્શન નિહાળેલ. સરદાર સ્મારકના ટ્રસ્ટી હેલીબેન ત્રિવેદીને મળી સરદાર સાહેબની યાદમાં થઇ રહેલ પ્રવૃતિની જાણકારી મેળવેલ. સરદાર પટેલ જન્મજયંતિ ઉજવણી પ્રસંગે સંગઠનના સદસ્યો શરદભાઇ દવે, અનુપમ દોશી, દક્ષિણભાઇ જોશી, રમેશ શિશાંગીયા, વી.વી. સાવલિયા, વિજય ચાવડા, હરેશ ભટ્ટ, કે.જે. માવાણી ઉપસ્થિત રહેલ.
(11:03 AM IST)










