News of Monday, 20th July 2026
શહેરમાં સીઝનલ રોગચાળો વકર્યોઃ ર૦પ૮ કેસ
મચ્છરજન્ય રોગચાળો ગાયબ! તંત્રના ચોપડે એકપણ દર્દી નોંધાયા નહિં : મનપા દ્વારા ૩૩૩૮૬ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૧૮૬ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૪૮૪ને નોટીસ : તાવના ૮૩૯, શરદી-ઉધરસના ૮૭૮, ઝાડા- ઉલ્ટીના ૩૩૮ તથા ટાઇફોઇડના ૩ દર્દી

રાજકોટ, તા., ૨૦: શહેરમાં હાલ ચોમાસાની સીઝનમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં છેલ્લા સપ્તાહમાં ઉછાળો જોવા મળ્યો છે. કેમ કે, શરદી, તાવ, ઉધરસ સહિતના ર૦પ૮થી વધુ કેસ નોંધાયા હોય છે. જયારે છેલ્લા અઠવાડિયામાં ૧૭૦૦ જેટલા દર્દી નોંધાયા છે તેમજ મચ્છરજન્ય રોગચાળાના એકપણ કેસ નોંધયા નથી. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૧૩ જુનથી ૧૯ જુલાઇ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
શરદી તાવના ૨૦૫૮થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૮૭૮ તેમજ સામાન્ય તાવના ૮૩૯ અને ઝાડા ઉલ્ટીના કેસ ૩૩૮ સહિત કુલ ૨૦૫૮ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૧૬૯૧ તેમજ સામાન્ય તાવના ૨૦૩૫૪ અને ઝાડા ઉલ્ટીના કેસ ૭૫૬૬ તથા ટાઇફોઇડના ૨૪ તેમજ કમળાના ૩૫ કેસ નોંધાયા છે.
મચ્છરજન્યના એકપણ કેસ નહિ
શહેમાં છેલ્લા સપ્તાહમાં મચ્છરજન્ય એટલે કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના એકપણ ંકેસ નોંધાયા નથી. જયારે સીઝનમા ડેનગ્યુના ૧૮, મેલેરીયાના ૭ તથા ચિકનગુનિયાના ૧ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૪૮૪ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૩૩૮૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૮૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૪૯૯થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૪૮૪ લોકોને નોટીસ આપવામાં આવી હતી.(૪
(3:10 PM IST)










