તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
રાજકોટ શહેર-જીલ્લામાં ૧૦ જાન્યુઆરીથી વસ્તી ગણતરીનો બીજો તબક્કો
૧૭ ચાર્જ ઓફીસરો, ર૯૦ર ગણતરીદારો અને ૪૮૬ સૂપરવાઈઝરોના ગણતરી કામ માટે નીકળેલા ઓર્ડરો : ૧૧ તાલુકા મામલતદાર અને ૬ ચીફ ઓફીસરને જવાબદારી કુલ ૩૪૯૯ બ્લોક તૈયાર કરાયા : ૧૦ થી ર૪ જાન્યુઆરી સ્વગણતરીઃ રપ જાન્યુઆરીથી ર૮ ફેબ્રુઆરી સુધી ઘરે-ઘરે જઇને વસ્તી ગણતરી હાથ ધરાશે

રાજકોટ, તા. ૦૪: રાજકોટ જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૭થી વસતી ગણતરીનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં ૧૦થી ૨૪ જાન્યુઆરી દરમિયાન સ્વ ગણતરી જ્યારે ૨૫ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી હાથ કરવામાં આવશે. આ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય સહયોગ આપવા નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, રાજ્યભરમાં વસ્તી ગણતરી-૨૦૨૭ ના બીજા તબક્કા એટલે કે વસ્તી ગણતરી (Population Enumeration – PE)ની કામગીરીનું સુચારુ, સુવ્યવસ્થિત અને સફળ આયોજન થાય તે હેતુથી ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસના અધ્યક્ષસ્થાને પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં આ બીજા તબક્કાની કામગીરી માટે ૧૭ ચાર્જ ઓફિસરો (૧૧ તાલુકા મામલતદાર અને ૬ ચીફ-ઓફિસર) ઉપરાંત અંદાજિત ૨૯૦૨ ગણતરીદારો તથા ૪૮૬ સુપરવાઈઝરોને ફરજ સોંપવામાં આવી છે. આ કામગીરીને પહોંચી વળવા રાજકોટ જિલ્લામાં કુલ ૩,૪૯૯ ગણતરી બ્લોક (Enumeration Blocks) તૈયાર કરવામાં આવ્યા છે.
આ તબક્કા દરમિયાન નાગરિકો પાસેથી કુલ ૪૦ મુદ્દાઓ હેઠળ માહિતી એકત્રિત કરવામાં આવશે. તેમાં વ્યક્તિની જન્મ તારીખ, ઉંમર, વૈવાહિક સ્થિતિ, લગ્ન સમયે ઉંમર, જીવનસાથીનું નામ, રાષ્ટ્રીયતા, ધર્મ અને જાતિ (SC/ST/અન્ય) જેવી વ્યક્તિગત વિગતો તેમજ માતા-પિતાની માહિતી, દિવ્યાંગતા, માતળભાષા અને અન્ય ભાષાઓની જાણકારી, સાક્ષરતા, શૈક્ષણિક લાયકાત, ડિજિટલ સાક્ષરતા, રોજગાર અને વ્યવસાય સંબંધિત વિગતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જન્મસ્થળ, અગાઉનું અને કાયમી રહેઠાણ તથા સ્થળાંતરનું કારણ, બાળકોની સંખ્યા, કોવિડ-૧૯ રસીકરણ અને બેંક ખાતાની વિગતો તેમજ ઓળખ દસ્તાવેજોની વિગતો પણ એકત્ર કરાશે.
અધિકળત સમયપત્રક મુજબ, ૧૦ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી, ૨૦૨૭ દરમિયાન સ્વ-ગણતરી (Self-Enumeration)નો તબક્કો રહેશે.
ત્યારબાદ ૨૫ જાન્યુઆરી થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ સુધી ઘરેઘરે જઈને વસ્તી ગણતરી (Door-to-Door PE) કરવામાં આવશે.
૦૧ માર્ચથી ૦૫ માર્ચ, ૨૦૨૭ દરમિયાન પુનઃચકાસણીનો તબક્કો (Revisional Round) યોજાશે, જ્યારે સંદર્ભ તારીખ અને સમય ૦૧ માર્ચ, ૨૦૨૭ ના રોજ રાત્રે ૧ર કલાકનો રહેશે.
વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં સક્રિય સહકાર આપવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.(૬
(2:53 PM IST)










