<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

એએચટીયુ ટીમનો ત્રણ દિવસમાં બીજો દરોડોઃ વધુ એક સ્‍પામાં ચાલતું કૂટણખાનુ ઝડપાયુ

મૂનલાઇફ ફેમિલી વેલનેસ સ્‍પામાં ૧૦૦૦માં ગ્રાહકને એન્‍ટ્રી આપી એકસ્‍ટ્રા સર્વિસના ૨૫૦૦ વસુલાતા હતાં બે સગા ભાઇઓ હર્ષ અને જય દિલ્‍હી, આગ્રા, રાજકોટ, બંગાળની યુવતિઓ રાખે દેહવેપલો કરાવતાં હતાં: પીઆઇ પી. એન. પઢીયાર, પીએસઆઇ એસ. પી. ચોૈહાણ, અજયભાઇ, ધર્મેન્‍દ્રસિંહ, સલિમભાઇ સહિતનો દરોડો

રાજકોટ તા. ૧૦: શહેરમાં સ્‍પા પાર્લરની આડમાં ચાલી રહેલા કૂટણખાના પર પોલીસ સતત દરોડા પાડી રહી છે. ત્રણ દિવસમાં બીજા આવા સ્‍પામાં એએચટીયુની ટીમ ત્રાટકી હતી. બે સગા ભાઇઓ સ્‍પામાં લલનાઓ રાખી દેહવેપલો કરવાતાં હતાં. આ બંને તેમજ ટેલીકોલર યુવતિ સામે ગુનો નોંધાયો છે.

એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળી હતી કે મવડી ચોક રિધ્‍ધી સિધ્‍ધી કોમ્‍પલેક્ષમાં બીજા માળે આવેલા મૂન લાઇફ ફેમિલી સ્‍પામાં સંચાલક યુવતિઓ રાખી તેની પાસે મસાજના નામે દેહવેપલો કરાવે છે. આ બાતમીને આધારે ડમી ગ્રાહક મોકલી પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે તપાસ કરતાં ખબર પડી હતી કે અહિ મસાજ પાર્લરમાં એન્‍ટ્રી ફી તરીકે રૂા. ૧૦૦૦ ગ્રાહક પાસેથી વસુલવામાં આવતાં હતાં. તેમજ ગ્રાહકને એકસ્‍ટ્રા સર્વિસના નામે દેહસંબંધ બાંધવો હોય તો તેના અલગથી રૂા. ૨૫૦૦ વસુલાવતા હતાં.

પોલીસે સ્‍પાના સંચાલક-માલિકો હર્ષ જયેન્‍દ્રભાઇ રાજદેવ (ઉ.વ.૨૨) અને ધ્રુવ જયેન્‍દ્રભાઇ રાજદેવ (ઉ.વ.૨૧) (રહે. સ્‍કૂલ નં. ૧૩ પાછળ, પાંજરાપોળ પાસે, સંત કબીર રોડ) અને ટેલીકોલર તરીકે નોકરી કરતી અલ્‍કાબેન મકવાણા સામે સ્‍પાની આડમાં યુવતિઓ પાસે દેહવેપલો કરાવવા સબબ ધ ઇમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્‍સન એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો હતો.

અહિ સ્‍પામાં યુપી આગ્રા, રાજકોટ, પヘીમ બંગાળ જલપાઇ ગુડી અને દિલ્‍હીની યુવતિઓ મળી આવી હતી. જેની પાસે સંચાલકો દેહવેપલો કરાવતાં હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ પી. એન. પઢીયાર, પીએસઆઇ એસ. પી. ચોૈહાણ, એએસઆઇ અજયકુમાર શુક્‍લા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, સલિમભાઇ મકરાણી, હેડકોન્‍સ.જીજ્ઞેશભાઇ મારૂ, કોન્‍સ. હસમુખભાઇ બાલધા, મહેશભાઇ પ્રસાદ, જ્‍યોતિબેન બાબરીયા, ભુમિકાબેન ઠાકરે આ કામગીરી કરી હતી.

(2:21 PM IST)