<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

સીમાબેન ડોડીયાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

પતિ-સાસરીયાનો ત્રાસ હોવાનો આક્ષેપ થતાં પોલીસ તપાસ

રાજકોટ તા. ૨૨: રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાસે રહેતાં સીમાબેન વિરાજભાઇ ડોડીયા (ઉ.વ.૩૦) નામના પરિણીતાએ ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. પતિ-સાસરિયાના ત્રાસનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સીમાબેન સવારે ઘરે હતાં ત્‍યારે સાડા નવેક વાગ્‍યે ફિનાઇલ પી લીધી હતી. તેણીને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. તેણીને સંતાનમાં એક દિકરો છે. તેણીએ આક્ષેપ કર્યો હતો કે હાલમાં પતિ કોઇ કામ કરતાં નથી. તેણીના મામાએ તેણીના પતિને નોકરી માટે રકમ આપી હતી. આ રકમ હજુ સુધી પતિ, સાસરિયા પરત કરતાં નથી. આ બાબતે તેણીને હેરાન કરવામાં આવતી હોવાનો આક્ષેપ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

કોઠારીયા સોલવન્‍ટમાં યુવતિ લિક્‍વીડ પી ગઇ

કોઠારીયા સોલવન્‍ટમાં સરકારી સ્‍કૂલ પાસે રહેતી રાણીબેન કાકુનભાઇ સાઇ (ઉ.વ.૧૮)એ કપડા ધોવાનું લિક્‍વીડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.  

(2:40 PM IST)