<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

રાજકોટ લોહાણા મહાજન દ્વારા સિનિયર સિટીઝનો માટે નિઃશુલ્‍ક સોમનાથ-વિરપુર યાત્રા

પવિત્ર પુરૂષોતમ માસમાં પૂણ્‍યનું ભાથું બાંધવાનો અનોખો અવસર : * તા.૭ જુન, રવિવારે સવારે ૬ વાગ્‍યે રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, રાજકોટ ખાતેથી બસ ઉપડશેઃ રસ્‍તામાં ચા-નાસ્‍તા સહિત બપોરે-રાત્રે ભોજન-પ્રસાદની વ્‍યવસ્‍થા * નામ નોંધાવવા માટે રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અન્‍ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯૫૩૭૭ ૧૧૭૭૪) ખાતે સંપર્ક કરવા લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇની અપીલ

રાજકોટ, તા. રપઃ હાલ પવિત્ર પુરૂષોતમ માસ ચાલી રહયો છે ત્‍યારે જ્ઞાતિ ઉત્‍કર્ષસમાજ ઉત્‍કર્ષના સતત સમાજીક, સેવાકીય, ધાર્મિક, સાંસ્‍કૃતિક, તબીબી, શૈક્ષણિક, રોજગારલક્ષી કાર્યો કરતા વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા રઘુવંશી સિનિયર સિટીઝનો માટે નિઃશુલ્‍ક સોમનાથ-વિરપુર યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા (શ્રી કિરીટકાકા) ની પ્રેરણા અને તેઓના આર્શીવાદ સાથે યોજાનાર સોમનાથ-વિરપુર ધાર્મિક યાત્રા દરમ્‍યાન પવિત્ર પુરૂષોતમ માસમાં પૂણ્‍યનું ભાથું બાંધવાનો અનોખો અવસર રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇના નેતૃત્‍વ હેઠળ પ્રાપ્ત થઇ રહયો છે.

તા. ૭ જુન, ર૦ર૬ રવિવારે સવારે ૬ વાગ્‍યે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતેથી યાત્રા બસ પ્રસ્‍થાન કરશે અને તેજ દિવસે અંદાજે રાત્રે ૧૧ વાગ્‍યા સુધીમાં પરત ફરશે. રસ્‍તામાં ચા-નાસ્‍તો તેમજ બપોરે સોમનાથ ખાતે ભોજન-પ્રસાદની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. સોમનાથ દાદાના અલૌકીક દર્શન બાદ રાત્રે વિરપુર (જલારામ ધામ) ખાતે પ્રસાદ લઇને રાજકોટ પરત ફરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પવિત્ર ધાર્મિક યાત્રામાં જોડાવવા માટે નામ નોંધણી -રજીસ્‍ટેશન માટે રાજકોટ લોહાણા-મહાજન ઓફીસ, મહિલા કોલેજ અન્‍ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯પ૩૭૭ ૧૧૭૭૪ ) ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. યાત્રા સંપૂર્ણ નિઃશુલ્‍ક છે, પરંતુ વ્‍યવસ્‍થાના ભાગરૂપે રજીસ્‍ટ્રેશન નામ નોંધણી વખતે પ્રતિ વ્‍યકિત સો રૂપિયા ભરવાના રહેશે, જે યાત્રા દરમ્‍યાન જ પરત આપી દેવામાં આવશે તેવું પણ જણાવાયું છે.

પવિત્ર પુરૂષોતમ માસ દરમ્‍યાન યોજાનાર અલૌકીક ધાર્મિક યાત્રાને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્‍ટીઓશ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, હિરેનભાઇ ખખ્‍ખર, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનીષભાઇ ખખ્‍ખર, ડો. જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્‍ડોચા, ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી, શ્રીમતિ અલ્‍પાબેન બચ્‍છા, શ્રીમતિ અલ્‍કાબેન પુજારા, શ્રીમતિ ભાવિનીબેન ખખ્‍ખર, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ સીમાબેન રાજદેવ સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

 

(3:42 PM IST)