તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
જિલ્લા પંચાયતમાં સમિતિઓની બેઠકોનો દોર શરૂ : સૌ પ્રથમ તા.૩૦મીએ સામાજિક ન્યાય સમિતિ મળશે
સમિતિના અધ્યક્ષ તરીકે કામગીરીના શ્રીગણેશ કરતા જગદીશ પરમાર

રાજકોટ, તા.૨૨: જિલ્લા પંચાયતમાં બે દિવસ પહેલા ૮ સમિતિઓનઅધ્યક્ષની ચૂંટણી થઇ ગયા બાદ હવે રાબેતા મુજબની કામગીરી માટે સમિતિઓની બેઠકોનો દોર શરૂ થઇ રહયો છે. સોૈ પ્રથમ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી જગદીશ પરમારે બેઠક બોલાવી છે. તા. ૩૦મીએ બપોરે ૧૨.૩૦ વાગ્યે પંચાયત કચેરીના સભાખંડમાં જિલ્લા સામાજિક ન્યાય સમિતિની બેઠક મળશે તેનો સતાવાર એજન્ડા પ્રસિધ્ધ થઇ ગયો છે.
જિલ્લા પંચાયતની ગઇ ચુંટાયેલી પાંખી મુદત ૧૭ માર્ચે પૂરી થઇ ગયા પછી સાડા ચાર માસ જેટલા સમયથી વહીવટી કામગીરી માટે સમિતિઓની બેઠક મળી નથી. વિવિધ શાખાઓમાં સમિતિની મંજુરીની જરૂરિયાતવાળી કામગીરી બાકી છે. જિલ્લા પંચાયતના શાસકોએ જે તે સમિતિની બેઠક ઝડપથી બોલાવી પ્રજાલક્ષી વહીવટી કામગીરી આગળ વધારવાનો અભિગભ અપનાવ્યો છે. ૧૫ લાખ વથી વધુ રકમના કામોની મંજુરી માટે કારોબારી સમિતિમાં દરખાસ્ત આવે છે. પહેલા અન્ય સમિતિઓની બેઠક થઇ જાય પછી કારોબારી સમિતિની બેઠક બોલાવાશે. કારોબારી પછી સંભવત સપ્ટેમ્બરમાં સામાન્ય સભા યોજાશે.
સામાજિક ન્યાય સમિતિની બેઠકની જાહેરાત થઇ ગઇ છે. ટુંક સમયમાં શિક્ષણ, આરોગ્ય, સિંચાઇ, અને સહકાર બાંધકામ વગેરે સમિતિઓની બેઠકની તારીખ નક્કી થશે. જિલ્લા પંચાયતમાં ચૂંટણીના કારણે લાંબા વિરામ બાદ ફરીથી ચૂંટાયેલી પાંખની કામગીરી પૂવર્વત થઇ રહી છે
(3:32 PM IST)










