<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

નરેશભાઇ પટેલના જન્‍મદિવસની સેવામય ઉજવણીઃ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં રક્‍તદાતાઓએ રક્‍તદાન કરી માનવતા મહેકાવી

રાજકોટ શહેર ઉપરાંત ગુજરાત અને ગુજરાત બહાર ૧૦૦થી વધુ સ્‍થળોએ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ અને વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરાયા, આભાર વ્‍યક્‍ત કરાયો

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના પ્રણેતા અને જેમની અનેક વખત રક્‍તતુલા થઈ છે તેવા શ્રી નરેશભાઈ પટેલનો ૬૨મો જન્‍મદિવસ અવિસ્‍મરણીય અને સેવાનો મહોત્‍સવ બની ગયો. શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ અને સદજ્‍યોતા ચેરિટેબલ ટ્રસ્‍ટ-રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે રાજકોટ સહિત ગુજરાત અને ગુજરાત બહાર મળીને કુલ ૧૦૦થી વધુ સ્‍થળે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ ઉપરાંત ભૂખ્‍યાને ભોજન, ગાયોને ઘાસચારો, વળક્ષારોપણ, સર્વ રોગ નિદાન કેમ્‍પ સહિતના સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં સવારથી જ બહોળી સંખ્‍યામાં રક્‍તદાતાઓ રક્‍તદાન કરવા ઉમટી પડયા હતા.

શ્રી નરેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, છેલ્લા ૩ દાયકા કરતાં વધુ સમયથી મારા જન્‍મદિવસ નિમિત્તે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્‍યાર સુધી અનેક લોકોએ રક્‍તદાન કર્યું છે ત્‍યારે આજના દિવસે આ તમામ રક્‍તદાતાઓ, આયોજકો અને મારા મિત્રમંડળનો ખૂબ ખૂબ આભાર વ્‍યક્‍ત કરું છું.

રાજકોટ શહેરમાં વિવિધ ત્રણેય જગ્‍યાએ આયોજીત રકતદાન કેમ્‍પમાં શ્રી નરેશભાઈ પટેલે હાજરી આપી હતી.

શ્રી નરેશભાઈ પટેલના જન્‍મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ અને સજ્‍યોતા ચેરિટેબલ ટ્રસ્‍ટ-રાજકોટ દ્વારા રાજકોટ સહિત ગુજરાતભરમાં અને ગુજરાત બહાર મળીને કુલ ૭૫થી વધુ સ્‍થળે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો હતો. મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં તમામ સ્‍થળે સવારથી જ મોટી સંખ્‍યામાં રક્‍તદાતાઓ રાષ્‍ટ્રસેવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે ઉમટી પડયા હતા અને રક્‍તદાન કરીને શ્રી નરેશભાઈ પટેલના માધ્‍યમથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્‍તદાન કર્યું હતું.

આ ઉપરાંત શ્રી નરેશભાઈ પટેલના જન્‍મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો પણ હાથ ધરાયા હતા. જેમાં રાજકોટ નજીક નિર્માણ પામી રહેલ શ્રી ખોડલધામ કેન્‍સર હોસ્‍પિટલ એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ ખાતે શ્રી ખોડલધામ લીગલ સમિતિ- રાજકોટ શહેર દ્વારા વળક્ષારોપણ ઉપરાંત ભરૂચ, અંકલેશ્વર, ભાવનગર, અરવલ્લી, પાલનપુર અને બોટાદ ખાતે વિવિધ આશ્રમોમાં અને વળદ્ધાશ્રમોમાં ભોજન ઉપરાંત બોટાદ, અમદાવાદ અને ભાવનગર ખાતે વળક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જ્‍યારે બોટાદમાં ગાયોને ઘાસચારો નાખવામાં આવ્‍યો હતો. નિકાવા અને ખરેડી ખાતે સર્વરોગ નિદાન-ચિકિત્‍સા કેમ્‍પ યોજાયો હતો. તેમ યાદીમાં જણાવાયું છે. 

(3:12 PM IST)