<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

સેવા સારથી ગૃપ રાજકોટ દ્વારા પ્રાચીન રાસ ગરબા મહોત્‍સવનું આયોજન

ᅠઆપણી પ્રાચીન સંસ્‍કૃતીને જાળવી રાખવાનો મુખ્‍ય પ્રયાસ

રાજકોટઃ સેવા સારથી ગૃપના સ્‍થાપક અને સેવા  સાથે  ગ્રુપના પથદર્શક સોનલબેન વાછાણીની યાદી મુજબ સેવા સારથી  ગ્રુપપ દ્વારા રાજકોટની પ્રચીન એવી ૧૧ ગરબી મંડળોને સિલેકશન કરી અને હેમુગઢવી હોલ ખાતે તા.૨૨-૧૦-૨૦૨૬ને ગુરૂવારના રોજ રાત્રે ૮ થી ૧૨ કલાકે ભવ્‍ય રાસ મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે. ગ્રુપનો મુખ્‍ય હેતુ આપણી પ્રચીન સંસ્‍કૃતીને જાળવી રાખવાનો તેમજ હાલના સંજોગોમાં ડિસ્‍કો દાંડિયા વચ્‍ચે લુપ્‍ત થઇ રહેલ ગરબીને પ્રાધાન્‍ય આપવાનું હોવાનું યાદીમાં જણાવાયું છે. આ  આયોજનમાં રાજકોટના લોકો હેમુ ગઢવી હોલ ખાતે નિશુલ્‍ક એક જ મંચ પર રાજકોટ શહેરની પ્રખ્‍યાતના ૧૧ ગરબીઓને નિહાળી  શકશે અને તેમની કલાનો આનંદ માણી શકાશે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્‍છતા ગરબી મંડળોએ તા.૧૦-૧૦-૨૦૨૬ સુધીમાં પોતાના ફોર્મ ભારત સેવક સમાજ - રેસકોર્ષ ખાતે ભરવાના રહેશે આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્‍છતા ગરબી મંડળોએ પોતાનું રજીસ્‍ટ્રેશન ફોર્મ તા.૧-૧૦ થી  તા.૧૦-૧૦ સુધીમાં ભરવાના રહેશે. રજીસ્‍ટ્રેશન કરાવેલ ગરબી મંડળોનું કમીટી મેમ્‍બર દ્વારા સિલેકશન કરી તેમને જાણ કરવામાં આવશે અને સેવા સારથી ગ્રુપના સભ્‍યો તેમની ગરબીની મુલાકાતે પણ જોશે.

આ કાર્યક્રમમાં સિલેકટ થનાર ૧૧ પ્રાચીન ગરબી મંડળને સિલ્‍ડ આપી સન્‍માનીત કરવામાં આવશે તેમજ બાળાઓને આકર્ષક લાણી પણ આપવામાં આવશે.

સતત ત્રીજા વર્ષે આ કાર્યક્રમની લોકપ્રિયતા વધતી રહી છે અને ગરબી મંડળો પણ  ઉત્‍સાહભેર આ કાર્યક્રમમાં જોડાઇ રહ્યા છે આ વર્ષે પણ  આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા સારથી  ગૃપની ટીમના સભ્‍યો રાજેશભાઇ ભાતેલીયા તથા હિમ્‍મતભાઇ લાબડીયાના માર્ગદર્શન હેઠળ ગૃપના પ્રમુખશ્રી સોનલબેન વાછાણી(મો. ૯૯૯૮૬ ૧૯૮૭૦)ના નેતૃત્‍વમાં રમેશભાઇ વ્‍યાસ, નરેન્‍દ્રભાઇ જોબનપુત્રા, સતિષભાઇ જોશી,  પિયુષભાઇ ભટ્ટી, નિકુંજભાઇ જગતીયા, શિલ્‍પાબેન મકવાણા, કુંદનબેન સોલંકી, પ્રજ્ઞાબેન પીઠડીયા, હર્ષાબેન ગોસ્‍વામી, અનિલભાઇ ગુપ્‍તા, શૈલેષભાઇ ગોહિલ, નિરવભાઇ ગણાત્રા, અજયભાઇ ભટ્ટી વગેરે સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે તેમ સોનલબેન વાછાણીની યાદીમાં જણાવ્‍યું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સંસ્‍થાના હોદેદારો સોનલબેન વાછાણી, રાજેશભાઇ ભાતેલીયા, રમેશભાઇ વ્‍યાસ, નરેન્‍દ્રભાઇ જોબનપુત્રા, શિલ્‍પાબેન મકવાણા, દક્ષાબેન વ્‍યાસ, નિકુંજભાઇ જગતીયા અને નિરવભાઇ ગણાત્રા નજરે પડે છે. (તસ્‍વીરઃ અજીિત બગથરીયા)

 

(3:46 PM IST)