<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

દેવ દિવાળીએ જુગાર રમતી છ મહિલાઓ સહિત સાત ઝડપાયા

થોરાળા પોલીસનો ગુજરાત હાઉસીંગ બોર્ડ નજીક અમરનગર મફતીયાપરામાં દરોડોઃ રૂા.૧૫ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ તા.૨૧: શહેરના ગુ.હા. બોર્ડના કવાર્ટર પાસે અમરનગર મફતીયાપરા શેરી નં.૧માં રહેતા મહિલાના મકાનમાં દરોડો પાડી થોરાળા પોલીસે જુગાર રમતી સાત મહિલાઓને રૂા.૧૫ હજારની રોકડ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

થોરાળા પોલીસના પીએસઆઇ ટી.ડી. જાડેજા, હેડકોન્‍સ. અજીતભાઇ લોખીલ સહિતના સ્‍ટાફે ગુ.હા. બોર્ડ પાસે અમરનગર મફતીયાપરામાં શેરી નં.૧માં રહેતા ભાનુબેન ધીરૂભાઇ સીપરીયા (ઉ.વ.પપ)ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ભાનુબેન ઉપરાંત મંજુબેન માધુભાઇ ગુજરાતી (ઉ.વ.૬૧ રહે.હુડકો કવાર્ટર, દેવપરા), અંબાબેન દિનેશભાઇ અઘેરા (ઉ.વ.૪૦ રહે.વિનાયક સોસાયટી, નવલનગર), સંજય છગનભાઇ ડોબરીયા (ઉ.વ.૪૦ રહે. સોમનાથ સોસાયટી, આજીડેમ ચોકડી), હંસાબેન ડાયાભાઇ ડાવેરા (ઉ.વ.૪૫ રહે.નવલનગર, મવડી), ગીતાબેન દિપેશભાઇ સિધ્‍ધપુરા (ઉ.વ.૪૦ રહે.સહકાર સોસાયટી, હુડકો મેઇન રોડ) અને મુમતાઝબેન અબ્‍દુલભાઇ વીંઘાણી (ઉ.વ.૫૦ રહે.ભગવતીપરા)ને પકડી રૂા.૧૫,૭૮૦ની રોકડ કબ્‍જે કરી હતી.

(2:39 PM IST)