તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૦ સોમવાર
News of Monday, 2nd November 2026
રાજકોટમાં બેડી ચોકડીએ એક પાછળ એક સાત વાહનો અથડાતા ટ્રાફિકજામ આગલા વાહનના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ ધડાધડ બીજા વાહનો અથડાયા સદનસીબે જાનહાની ટળી: જુઓ વિડીયો

રાજકોટ: શહેરના મોરબી રોડ બીડી ચોકડી પાસે સાંજે એક સાથે સાત વાહનો એકબીજા પાછળ ધડાધડા અથડાઈ પડતા વાહનોમાં ભારે નુકસાની થઈ હતી અને થોડો સમય માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો. સૌથી આગળ રહેલા ટ્રકના ચાલકે અચાનક કોઈ ટુવહીલર વાહનવાળો આડે આવતા બ્રેક મારતા તેની પાછળ બીજા ટ્રક સહિતના છ વાહનો ધડાધડ અથડાઇ પડ્યા હતા અને કારણે બેડી ચોકડીએ ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનોની લાંબી કતાર જામી ગઈ હતી.
ઘટના સ્થળેથી વિડીયો અને તસવીરો ગવરીદળના જીગ્નેશ પ્રજાપતિએ મોકલીને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં વાહનોમાં નુકસાની થઈ છે. કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના સ્થળે પોલીસે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવવા તજવીજ હાથ ધરી છે. અકસ્માતના દ્રશ્યો તસવીરો અને વીડિયોમાં નિહાળી શકાય છે.
(4:33 PM IST)










