<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

બેડી ચોકડીએ એક પાછળ એક સાત વાહનો અથડાયા

સાંજે બનેલા બનાવને પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતોઃ સદ્દનસિબે કોઇ જાનહાની ન થઇ

રાજકોટઃ શહેરના મોરબી રોડ બેડી ચોકડી પાસે સાંજે એક સાથે સાત વાહનો એકબીજા પાછળ ધડાધડ અથડાઈ પડતા વાહનોમાં ભારે નુકસાની થઈ હતી અને થોડો સમય માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો. સૌથી આગળ રહેલા ટ્રકના ચાલકે અચાનક કોઈ ટુવહીલર વાહનવાળો આડે આવતા બ્રેક મારતા તેની પાછળ બીજા ટ્રક સહિતના છ વાહનો ધડાધડ અથડાઇ પડ્‍યા હતા અને કારણે બેડી ચોકડીએ ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનોની લાંબી કતાર જામી ગઈ હતી. ઘટના સ્‍થળેથી ગવરીદળના જીગ્નેશ પ્રજાપતિઅ તસ્‍વીરો મોકલીને જણાવ્‍યું હતું કે આ અકસ્‍માતમાં વાહનોમાં નુકસાની થઈ છે. કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના સ્‍થળે પોલીસે પહોંચી ટ્રાફિક ક્‍લિયર કરાવવા તજવીજ હાથ ધરી છે. અકસ્‍માતના દ્રશ્‍યો તસવીરો અને વીડિયોમાં નિહાળી શકાય છે.

(11:47 AM IST)