News of Wednesday, 29th July 2026
વિઠ્ઠલભાઈ રાદડિયાની સાતમી પુણ્યતિથિઃ માનવસેવા, ખેડૂત હિત અને લોકકલ્યાણનો વણથંભ્યો યજ્ઞ
ગુજરાત ટુરિઝમના સહયોગથી કચ્છના લાયસન્સ પ્રાપ્ત ટુરિસ્ટ ગાઈડ્સ માટે ૬-દિવસીય રિફ્રેશર ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન

જામકંડોરણાની પવિત્ર ધરતીના ગૌરવ, પૂર્વ સાંસદ અને સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની સાતમી પુણ્યતિથિએ કોટિ-કોટિ વંદન
‘‘વ્યક્તિનું જીવન કેટલાં વર્ષ જીવ્યું તેનાથી મહાન બનતું નથી, પરંતુ તેણે કેટલાં હૃદયોમાં સ્થાન મેળવ્યું અને કેટલાં જીવનમાં આશાનું અજવાળું પ્રગટાવ્યું તેનાથી તેનું વ્યક્તિત્વ અમર બનતું હોય છે.''
જામકંડોરણાની પવિત્ર ધરતીનુ ગૌરવ, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા લોકનેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે સાતમી પુણ્યતિથિ છે. તેમણે અનેક મહત્વના હોદ્દાઓ પર રહીને જનસેવાને જ પોતાનો જીવનધર્મ બનાવ્યો હતો. તેમની સાતમી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રની જનતા તેમને કોટિ-કોટિ વંદન અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
લોખંડી ઇચ્છાશક્તિ અને દૃઢ સંકલ્પના પ્રતીકઃ વિઠ્ઠલભાઈ માત્ર એક રાજકારણી નહોતા; તેઓ લોકોના હમદર્દ, ખેડૂતોના સાચા હિતેચ્છુ, ગરીબોના આશ્રયદાતા અને સમાજના સર્વાંગી વિકાસ માટે જીવન સમર્પિત કરનાર વડીલ હતા. તેમની નિડર વાણી સિંહની ગર્જના જેવી હતી, તો તેમનું વ્યક્તિત્વ લોખંડી ઇચ્છાશક્તિ અને દૃઢ સંકલ્પથી ભરપૂર હતું, જે સરદાર વલ્લભભાઈ પટેલની યાદ અપાવતું હતું.
સહકાર અને શિક્ષણ ક્ષેત્રે અદ્વિતીય પ્રદાનઃ ખેડૂતોના હક્ક અને સ્વાભિમાન માટે તેમણે અનેક સંઘર્ષો કર્યા. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ (RDC) બેંકના માધ્યમથી તેમણે સામાન્ય ખેડૂતને આત્મનિર્ભર બનાવવાનું અદભુત કાર્ય કર્યું હતું. સમાજ સંગઠન, ખોડલધામ નિર્માણ તથા શૈક્ષણિક ધામોના નિર્માણમાં તેમનું અદ્વિતીય -દાન સદા સ્મરણીય રહેશે. શિક્ષણ, કન્યા કેળવણી, સહકાર, આરોગ્ય અને ધાર્મિક ક્ષેત્રોમાં તેમનું યોગદાન આજે પણ અગણિત લોકો માટે પ્રેરણાષાોત છે. તેમણે હંમેશાં હોદ્દાને સત્તા નહીં, પરંતુ સેવા માટેનું માધ્યમ માન્યું હતું.
રક્તદાન અને આરોગ્ય યજ્ઞ દ્વારા સાચી ભાવાંજલિઃ તેમની સાતમી પુણ્યતિથિ નિમિત્તે યોજાઈ રહેલા સર્વરોગ નિદાન કેમ્પો અને રક્તદાન કેમ્પો એ તેમની સેવાભાવી વિચારધારાનું જીવંત પ્રતિબિંબ છે. એકત્રિત થતું રક્તનું દરેક ટીપું કોઈ જરૂરિયાતમંદ દર્દીને નવું જીવન આપશે.
‘‘ફૂલ ચઢાવવાથી સ્મળતિ જીવંત રહે છે, પરંતુ રક્તદાનથી જીવન જીવંત રહે છે.'' આવો, સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પવિત્ર સ્મળતિમાં આપણે સૌ રક્તદાન, આરોગ્ય સેવા અને માનવસેવાના આ મહાયજ્ઞમાં સહભાગી બનીએ. એમની સેવાની પરંપરાને આગળ ધપાવી સમાજને વધુ સ્વસ્થ, સશક્ત અને સંવેદનશીલ બનાવવાનો સંકલ્પ લઈએ. ઈશ્વર તેમના દિવ્ય આત્માને ચિરશાંતિ અર્પે અને તેમના આદર્શો આપણા જીવનમાં સદાય પ્રેરણાનો પ્રકાશ બની રહે, એ જ સાચી શ્રદ્ધાંજલિ. (૪૧.૫)
આલેખનઃ
બાબુભાઇ મેનપરા
નિવળત્ત અધિકારી, બીએસએનએલ
મો. ૯૪૨૬૨૨ ૭૮૮૮

(1:43 PM IST)










