તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 17th April 2026
વોર્ડ નં.૧૮ના રામેશ્વર ગોલ્ડ સહિતના વિસ્તારમાં ભારે હાલાકીઃ રજુઆત

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૮ લાખાછાપા હનુમાનની પાછળ રામેશ્વર ગોલ્ડ સોસાયટી તથા અન્ય સોસાયટીઓમાંની પારાવાર તકલીફો દૂર કરવા રહેવાસીઓ દ્વારા મ્યુ.કમિશનરને પત્ર પાઠવી માંગ કરી હતી. જેમાં સોસાયટીના નળની લાઇનો- કનેકશનો સત્વરે મળે, નદીમાં અતિશય ગંદગી છે, તેમાં ફીલ્ટર થયા બાદ વધેલી ગંદગી પણ ઠાલવવામાં આવે છે. જેથી કરીને એરીયામાં મચ્છર જન્ય રોગોનો ખૂબ ફેલાવો છે તે દૂર કરવા, સોસાયટીના રસ્તા પર એક પુલ આવેલ છે જેમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવા, વેલનાથ સોસાયટી-૧ તથા ર પુરી સોસાયટીમાં ભુગર્ભ ગટરનું કામ બાદ રોડ રસ્તાના કાર્યો તુરંત પુરા કરાવવા, રામનગર સોસાયટીમાં પ્રાથમિક સગવડતાઓ આપવા, રણુજા ધામ સોસાયટીમાં સફાઇ કરાવવા તથા સરદાર ચોકમાં ગુજરી ભરાતી તે ફરી શરૂ કરાવવા માંગ કરી હતી. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:29 PM IST)










