<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

રેલ્‍વે યાર્ડમાં કામ કરતી વખતે રેલનગરના શબ્‍બીરભાઇ ખફીનું હૃદય બેસી જતાં મોત

કોન્‍ટ્રાકટ બેઝ પર કામ કરતાં હતાં: મોભના મૃત્‍યુથી પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧: રેલનગરમાં રહેતાં પ્રોૈઢ રેલ્‍વે યાર્ડમાં કામ કરતાં હતાં ત્‍યારે બેભાન થઇ જતાં મોત થયું છે. હાર્ટએટેક આવી ગયાની શક્‍યતા પરિવારજનોએ જણાવી હતી.

પ્રાપ્‍ત વિગત મુજબ રેલનગર લાલબહાદુર શાષાી ટાઉનશીપમાં રહેતાં શબ્‍બીરભાઇ નાથાભાઇ ખફી-સુમરા (ઉ.વ.૫૦) ગઇકાલે રેલ્‍વે યાર્ડના વોશીંગ એરીયામાં કામ કરતાં હતાં ત્‍યારે અચાનક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં રેલ્‍વે પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર શબ્‍બીરભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. પોતે પાંચેક મહિનાથી કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર રેલ્‍વે યાર્ડમાં કામ કરતાં હતાં. અગાઉ તેઓ જ્‍વેલર્સના શો રૂમમાં કામ કરતાં હતાં. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. 

(3:38 PM IST)